ધાનેરામાં ‘વોટ નહીં તો પાણી નહીં’ નો વિવાદ ગરમાયો
ભાજપના નેતા ભગવાન પટેલના નિવેદનથી મતદારોમાં રોષ, વિકાસને મત સાથે જોડતા ઉઠ્યાં સવાલ

ધાનેરાના ભાજપના નેતા ભગવાન પટેલ

ધાનેરાના ભાજપના નેતા ભગવાન પટેલ
બનાસકાંઠાના ધાનેરા ખાતે ભાજપ નેતા ભગવાન પટેલના વિવાદિત નિવેદને રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે. વિકાસના કામોને મતદાન સાથે જોડીને આપવામાં આવેલી સીધી ધમકીથી લોકશાહીના મૂલ્યો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જનતાના પરસેવાના પૈસે થયેલાં 150 કરોડના પ્રોજેક્ટ માટે નેતાની દાદાગીરી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મતદારોમાં આક્રોશ જોવા મળ્યો છે.
ધાનેરાના ભાજપ નેતા ભગવાન પટેલનું વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયુ છે. ચૂંટણી પ્રચારમાં મતદારોને સંબોધન દરમિયાન તેમણે વિકાસના કામોને સીધા મતદાન સાથે જોડીને આડકતરી ધમકી આપી હતી. આ ધમકીના કારણે મતદારોમાં ભાજપ નેતા સામે ગણગણાટ શરૂ થયો છે. પાણી જેવી પાયાની જરૂરિયાત મુદ્દે નેતાએ કરેલી દાદાગીરીથી મતદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
જાહેર સભામાં હાજર જનમેદનીને ચેતવણી આપતા ભગવાન પટેલે કહ્યું કે, ભાજપને મત આપવો અનિવાર્ય છે. વિસ્તારમાં 150 કરોડના માતબર ખર્ચે પાણીની પાઇપલાઇન) નાખવાની કામગીરી થઈ છે. તેમણે સાથે એવો ઈશારો કર્યો કે, હાલ માત્ર ભૂંગળા જ નાખવામાં આવ્યા છે. મતદાનમાં કચાશ રહેશે તો પાઇપલાઇનમાં પાણી પહોંચાડવાની પ્રક્રિયા અટકી શકે છે. આ નિવેદનથી મતદારોમાં એવો સંકેત ગયો છે કે જનતા ભાજપની તરફેણમાં મતદાન નહીં કરે તો કરોડોનો પ્રોજેક્ટ કાગળ પર રહી જશે.
ભાજપના આ નેતાએ માત્ર પાણીના મુદ્દે જ નહીં. પરંતુ ભવિષ્યમાં થનારા કામો માટે પણ મતદારો ઉપર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે મતદારોને સવાલ કર્યો કે, જો તમે ભાજપને વોટ નહીં આપો, તો તમારા વ્યક્તિગત કે સામાજિક કામો માટે ગાંધીનગર સચિવાલયમાં રજૂઆત કરવા માટે અમારા પગ ત્યાં જવા નહીં ઉપડે.
ભાજપના નેતાના આ શબ્દો પાછળનો હેતુ એ હતો કે, સત્તાધારી પક્ષનો પ્રતિનિધિ જીતશે તો જ રાજ્ય સરકાર પાસે કામ કરાવી શકાશે. મતદારોમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે તેમણે સીધી રીતે કહી દીધું કે, વિરોધ પક્ષને આપવામાં આવેલો મત વ્યર્થ સાબિત થશે.
ભગવાન પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર કાર્યરત છે. જ્યારે સત્તા પક્ષ મજબૂત હોય ત્યારે અન્ય કોઈ પક્ષને મત આપીને જનતાએ કિંમતી મત બગાડવો જોઈએ નહીં. આ આડકતરી ચીમકી થકી તેમણે ધાનેરાની જનતાને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, વિકાસ જોઈએ છે તો ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નેતાના આ વિવાદિત શબ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.