નિવેદનિયા નેતા કંગના રનૌતને કારણે ભાજપ ફસાઈ
ફિલ્મ અભિનેત્રીના નિવેદનને મોટો મુદ્દો બનાવી રહી છે વિપક્ષ

Ranaut's statement on farmers agitation puts BJP in fireline

Ranaut's statement on farmers agitation puts BJP in fireline
ખેડૂતોના આંદોલનને લઈને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવેલી ભાજપની સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત ગુરુવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે તેમને મળવા પહોંચી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને બેઠક દરમિયાન કંગના રનૌત એ ખેડૂતોના આંદોલનને લઈને આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી શકે છે.
પણ બીજેપીએ ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌતના નિવેદનથી અલગ થઈને નિવેદન આપ્યું. સોમવારે જ ભાજપે કંગના રનૌતને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે, બીજેપી સાંસદ કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલ નિવેદન પાર્ટીનો મત નથી.
ભારતીય જનતા પાર્ટી એ કંગના રનૌતના નિવેદનથી અસંમતિ વ્યક્ત કરી હતી. પાર્ટી તરફથી કંગના રનૌતને "પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની ન તો પરવાનગી છે કે ન તો નિવેદન આપવા માટે અધિકૃત છે." બીજેપી દ્વારા કંગના રનૌતને નિર્દેશિત કરવામાં આવી છે, કે તે પક્ષના કોઈ પણ નીતીવિષયક નિવેદનો ભવિષ્યમાં ન આપે. પાર્ટી ' સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' અને સામાજિક સમરસતાના સિદ્ધાંતો પર ચાલવા માટે કટિબદ્ધ છે. .
કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા નિવેદનને મોટો મુદ્દો બનાવી રહી છે. કંગના રનૌતના નિવેદનથી બીજેપીએ પોતાને દૂર રાખ્યા હોવા છતાં, વિપક્ષી પાર્ટીઓ સતત આ મુદ્દો ઉઠાવી રહી છે અને ભાજપ પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તેને મોટો મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે. આ જ કારણ છે કે સોમવારે જ બીજેપીએ પોતાના સાંસદના નિવેદનથી દૂર રહીને એક નિવેદન જાહેર કર્યું હતું અને આજે કંગના રનૌત પોતાના નિવેદનની સ્પષ્ટતા કરવા માટે જેપી નડ્ડાને મળવા પહોંચી છે.
IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી? રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે 120 નેતાઓના ઇન્ટરવ્યુ! રાહુલ ગાંધીની ‘નવી ટીમ’માં કોને મળશે તક અને કોંગ્રેસના સંગઠનમાં શું બદલાશે?

ગુજરાત માટે 8 સપ્ટેમ્બર બનશે ખાસ! PM મોદી ગુજરાત આવી રહ્યા છે… અને સાથે આવી રહી છે ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની મોટી ભેટ!

ભાજપે વ્હિપ જાહેર કરી છતાં બળવો કેમ ન અટક્યો? રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં હવે મામલો બની ગયો છે ‘ભાજપ સામે ભાજપ’નો! 5 બેઠકો પર ભાજપના જ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર