PM 2 દિવસ ગુજરાત પ્રવાસે, પ્રજાને થશે લાભ?
ગુજરાતને વડાપ્રધાનની 5400 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, પણ શું ખરેખર ગુજરાતની પ્રજા થશે લાભ?
PM મોદી
PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે, અને આ વખતે પણ રૂપિયા 5,400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, સવાલ એ છે કે, શું આ પ્રોજેક્ટ્સ માત્ર જાહેરાત પૂરતા જ છે કે ખરેખર તેનો અમલ થશે? આ પહેલાં પણ અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ થયા છે, પરંતુ તે ક્યારે પૂર્ણ થશે તેની કોઈ સ્પષ્ટતા નથી.
વડાપ્રધાન મોદી સોમવારે અમદાવાદના ખોડલધામ મેદાનમાં સભાને સંબોધશે, જ્યાં તેઓ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વાતો કરશે. પરંતુ, શહેરના રસ્તાઓ, પાણી અને ગટર વ્યવસ્થાની વાસ્તવિકતા હજુ પણ ચિંતાજનક છે. 26મી ઓગસ્ટે તેઓ હંસલપુર જઈને સુઝુકીની પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક કાર 'ઈ વિટારા'ને લીલી ઝંડી બતાવશે. આ પ્રોજેક્ટને 'મેક ઇન ઇન્ડિયા'ની સફળતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ શું આ કાર સામાન્ય ગુજરાતી નાગરિક માટે પોસાય તેવી હશે? ઇલેક્ટ્રિક વાહનો માટે પૂરતા ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા વિના આવા પ્રોજેક્ટ્સનો શું અર્થ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસ TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. સરકાર દાવો કરી રહી છે કે, 80%થી વધુ બેટરી ભારતમાં બનશે.
સડક પરિયોજનાઓ, જેમ કે વિરમગામ-ખુદાદ-રામપુરા રોડના પહોળીકરણ, અને નવા અંડરપાસ અને ઓવરબ્રિજની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ ટ્રાફિકની સમસ્યા હલ કરશે તેવો દાવો છે. અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં વીજળી વિતરણ સુધારવા માટે રૂપિયા 1,000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે.
શહેરી વિકાસ માટે PMAY (શહેરી) હેઠળ ઝૂંપડપટ્ટીના પુનર્વસન, સરદાર પટેલ રિંગ રોડના પહોળીકરણ અને સીવરેજ સિસ્ટમનો શિલાન્યાસ કરવામાં આવશે. જોકે, આ પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર જ રહે છે. ગરીબ પરિવારોને સપના દેખાડીને તેમને આવાસ ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન છે. અમદાવાદમાં નવું સ્ટેમ્પ અને રજીસ્ટ્રેશન ભવન અને ગાંધીનગરમાં ડેટા સ્ટોરેજ સેન્ટર શરૂ થશે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.