NDA 12 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉમેદવાર પસંદ કરશે
ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારને વિજેતા બનવા 394 મતની જરૂર, NDA ને 422 સાંસદોનું સમર્થન
ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારને વિજેતા બનવા 394 મતની જરૂર, NDA ને 422 સાંસદોનું સમર્થન
NDAની ગુરૂવારે બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ અને અમિત શાહ, જનતા દળ (યુનાઈટેડ) ના લલ્લન સિંહ, શિવસેનાના શ્રીકાંત શિંદે, TDP ના એલ. શ્રીકૃષ્ણ દેવરાયલુ અને LJP (રામવિલાસ) ના ચિરાગ પાસવાન હાજર રહ્યા હતા. રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગઠબંધનના ઉમેદવાર પસંદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.
સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે. સંસદ સંકુલમાં ભાજપના અગ્રણી નેતાઓ અને સહયોગી ભાગીદારોની બેઠક યોજાઈ હતી. જેપી નડ્ડા ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ રાજનાથ સિંહ અને અમિત શાહ, જનતા દળ (યુનાઈટેડ)ના લલ્લન સિંહ, શિવસેનાના શ્રીકાંત શિંદે, ટીડીપીના એલ. શ્રીકૃષ્ણ દેવરાયુ અને એલજેપી (રામવિલાસ)ના ચિરાગ પાસવાન પણ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી.
નામાંકનપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ
ચૂંટણી પંચે 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાહેરનામા મુજબ, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે અને દસ્તાવેજોની ચકાસણી 22 ઓગસ્ટે કરવામાં આવશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામુ આપ્યું હતું
જગદીપ ધનખડે અચાનક સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યા બાદ 21 જુલાઈએ પદ ખાલી પડ્યું હતું. ધનખડનો કાર્યકાળ ઓગસ્ટ-2027 માં પૂર્ણ થતો હતો. બંધારણીય જોગવાઈઓ અનુસાર, મધ્યસત્ર ચૂંટણીની સ્થિતિમાં આ પદ પર ચૂંટાયેલા વ્યક્તિને પૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ મળે છે.
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે 35 વર્ષની વય મર્યાદા
ભારતના નાગરિક હોય, જેણે 35 વર્ષ પૂર્ણ કર્યા હોય અને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે લાયક હોય, તે જ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકનપત્ર ભરી શકે છે. ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા કોઈપણ ગૌણ સ્થાનિક સત્તામંડળમાં કોઈપણ લાભનું પદ ધરાવનાર વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય નથી.
લોકસભા અને રાજ્યસભામાં કુલ 786 સભ્યો
ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં શાસક પક્ષ NDA પાસે સ્પષ્ટ બહુમતી છે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત, ઉપલા ગૃહના નામાંકિત સભ્યો પણ મતદાન કરવા માટે પાત્ર છે. લોકસભાના કુલ 543 સભ્યો પૈકી પશ્ચિમ બંગાળની બશીરહાટ બેઠક ખાલી છે. જ્યારે 245 સભ્યોવાળી રાજ્યસભામાં પાંચ બેઠકો ખાલી છે.
રાજ્યસભામાં પાંચ બેઠકો ખાલી
રાજ્યસભામાં ખાલી પડેલી પાંચ બેઠકોમાંથી જમ્મુ અને કાશ્મીરની 4 અને પંજાબની 1 બેઠક ખાલી છે. ગયા મહિને યોજાયેલી પેટાચૂંટણીમાં વિધાનસભામાં ચૂંટાયા બાદ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજીવ અરોરાએ રાજીનામું આપતાં પંજાબ બેઠક ખાલી પડી છે. બંને ગૃહોમાં અસરકારક સભ્યપદ 786 છે અને વિજેતા ઉમેદવારને 394 મતની જરૂર પડશે.
NDA ગઠબંધનને 422 સાંસદોનું સમર્થન
લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના NDA પાસે 542 સભ્યોમાંથી 293 સભ્યોનું સમર્થન છે. શાસક ગઠબંધનને રાજ્યસભામાં 129 સભ્યોનું સમર્થન છે. શાસક ગઠબંધનને કુલ 422 સાંસદોનું સમર્થન છે. બંધારણના અનુચ્છેદ 66 (1) અનુસાર આ ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર એકલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા થશે અને ગુપ્ત મતદાન દ્વારા યોજાશે. મતદાતાએ ઉમેદવારોના નામની સામે પોતાની પસંદગીઓ ચિહ્નિત કરવાની હોય છે.
ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે
ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સર્વોચ્ચ બંધારણીય પદ છે. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો છે. પરંતુ કાર્યકાળ પૂર્ણ થવા છતાં તેઓ તેમના અનુગામી પદ ન સંભાળે ત્યાં સુધી પદ પર રહી શકે છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.