PMની માતા પર ટિપ્પણી, NDAનું બિહાર બંધનું એલાન
PM મોદીની માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં, NDA એ બંધનું એલાન કર્યું
PM મોદી
PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં NDAએ 4 સપ્ટેમ્બરના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી બિહાર બંધનું એલાન કર્યું છે. આ જાહેરાત મંગળવારે પટનામાં આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી, જેમાં NDAના તમામ ઘટક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.
બંધ શાંતિપૂર્ણ કરવામાં આવશે
આ મુદ્દાને ગંભીરતાથી લેતા NDAએ આ અપમાનનો સખત વિરોધ દર્શાવ્યો છે. નેતાઓએ સ્પષ્ટતા કરી છે કે, આ બંધ શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે આયોજિત કરવામાં આવશે, અને કટોકટીની સેવાઓને કોઈ પણ રીતે અવરોધવામાં આવશે નહિ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનની માતાનું અપમાન કરીને કરોડો લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ શરમજનક નિવેદનનો NDAના તમામ ઘટક પક્ષો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવશે. આ બંધની કમાન ભાજપ મહિલા મોરચાને સોંપવામાં આવી છે, જેની કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે.
PMની માતાને સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન
પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ નેતાઓએ એકતા દર્શાવતા બંધને સફળ બનાવવા માટે જનતાને અપીલ કરી. NDAના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાનની માતાને ગાળો આપવી એ ફક્ત એક વ્યક્તિનું નહીં, પરંતુ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન છે, અને તેનો જવાબ શાંતિપૂર્ણ બંધ દ્વારા આપવામાં આવશે.
નારા લગાવનારા અજાણ્યા લોકો સામે FIR
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2025ના અંતિમ અઠવાડિયામાં બિહારમાં 'વોટર અધિકાર યાત્રા' દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ ઘટના બાદ બિહાર પોલીસ દ્વારા કથિત આરોપી, 20 વર્ષીય રિયાઝની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં નારા લગાવનારા અન્ય અજાણ્યા લોકો સામે પણ FIR નોંધવામાં આવી છે. બિહાર પોલીસે જણાવ્યું છે કે, તપાસ પૂર્ણ કરીને ટૂંક સમયમાં ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. આ ઘટનાની મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓએ પણ નિંદા કરી છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ ફરી ગરમાયો છે. 1960થી 2026 સુધી મરાઠી અસ્મિતા, શિવસેના, MNS, સ્થાનિક રોજગાર, પરપ્રાંતીયો અને હિન્દી વિરોધની સંપૂર્ણ રાજકીય કહાની જાણો.