એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા
AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર તપાસ, રાજકીય તણાવ વધ્યો

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે સવારે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્ર સાથે જોડાયેલા અનેક ઠેકાણાઓ પર અચાનક દરોડા પાડતાં રાજકીય હલચલ મચી ગઈ છે. આ કાર્યવાહી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) સાથે જોડાયેલા ફંડમાં કથિત નાણાકીય ગેરરીતિઓ અને વિદેશી મુદ્રા વ્યવહાર સંબંધિત કાયદા ભંગના મામલામાં કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
મળતી માહિતી અનુસાર, EDની ટીમ યુનિવર્સિટી સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો, દાન અને રોકાણના સ્ત્રોતો તથા તેનો ઉપયોગ કેવી રીતે થયો તેની વિસ્તૃત તપાસ કરી રહી છે. ખાસ કરીને વિદેશી મુદ્રા વ્યવહાર કાયદા (FEMA) હેઠળ કોઈ અનિયમિતતા થઈ છે કે નહીં તે મુદ્દો તપાસના કેન્દ્રમાં છે. તપાસ દરમિયાન અધિકારીઓએ વિવિધ સ્થળોથી ડિજિટલ ડેટા, દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કર્યા છે.
અશોક મિત્તલના પુત્રના નિવાસ અને ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેઓ અનેક વ્યાપારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેમના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. EDની ટીમ આ મામલામાં વધુ લોકો અને સંસ્થાઓ જોડાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.
આ કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ દરોડાને રાજકીય પ્રેરિત ગણાવીને કહ્યું કે પંજાબમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે પંજાબના લોકો આ પ્રકારની રાજનીતિને સ્વીકારશે નહીં અને યોગ્ય જવાબ આપશે.
AAPના અન્ય નેતા સંજય સિંહે પણ આ મુદ્દે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં પહેલા એજન્સીઓ મોકલવામાં આવે છે. તેમણે આ કાર્યવાહી ને રાજકીય બદલો ગણાવ્યો છે.
નોંધનીય છે કે અશોક મિત્તલને તાજેતરમાં જ રાજ્યસભામાં AAPના ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેને કારણે આ કાર્યવાહી વધુ રાજકીય મહત્વ ધરાવે છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.