સાત દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો!
'વોટ ચોરી'ના આરોપ પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદ કરી આપ્યું નિવેદન
અમારા માટે ના કોઈ પક્ષ છે, ના કોઈ વિપક્ષ, તમામ સમકક્ષ છેઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
અમારા માટે ના કોઈ પક્ષ છે, ના કોઈ વિપક્ષ, તમામ સમકક્ષ છેઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
'વોટ ચોરી'ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલે માહિતી આપી હતી. જેમાં બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ છેલ્લાં ઘણાં સમયથી સત્તાધારી પક્ષ અને ચૂંટણી પંચ વોટ ચોરી સહિતના ગંભીર આરોપો મૂકી રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જવાબ આપી જણાવ્યું કે, 'અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે.' આ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને ફગાવી દીધા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, 'તેમણે ચૂંટણી પંચ અને મતદાર યાદીને લઈને જે આરોપ લગાવ્યા છે. તે નિરાધાર છે અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પુરાવા છે તો તેમણે 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'ગંભીર ચિંતાનો વિષય છે કે રાજકીય પક્ષોના જિલ્લા પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી પહોંચી નથી રહ્યા અથવા તો જમીની સ્તરે વાસ્તવિક્તાને નજર અંદાજ કરીને ભ્રમ ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.'
તેમણે ઉમેર્યુ કે, અમારા માટે ના કોઈ પક્ષ છે, ના કોઈ વિપક્ષ, તમામ સમકક્ષ છે. જો કે, વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ખોટો. આ પ્રકારના મામલામાં કોર્ટમાં અરજી કરવી જોઈએ. મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવામાં આવ્યા, જે સંપૂર્ણપણે ખોટું છે.' 7 દિવસમાં સોગંદનામું આપવું પડશે, નહીતર આખા દેશની માફી માગવી પડશે.
વધુમાં જણાવ્યું કે, કેટલાકે ડબલ વોટિંગના આરોપ મૂક્યા, પુરાવા માંગ્યા તો જવાબ ના મળ્યો, ચૂંટણી પંચ આવા આરોપોથી ગભરાતું નથી. અમારા ખભે બંદૂક રાખીને રાજકારણ ખેલાઈ રહ્યું છે. કોઈપણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા ખુલ્લા છે, કેટલાક પક્ષો-નેતાઓ બિહારની SIR પ્રક્રિયા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે.
તેમણે અંતમાં જણાવ્યું કે, હાલમાં જ મતદારોની મંજૂરી વિના જ તેમની તસવીરો જાહેર કરી દેવાઈ. તેમના પર આરોપ મૂકાયા, તેમનો ઉપયોગ કરાયો. શું ચૂંટણી પંચે કોઈની મા-વહુ કે પુત્રીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઈએ? ચૂંટણી પ્રક્રિયામાં એક કરોડથી વધુ કર્મચારી, 10 લાખથી વધુ બુથ એજન્ટ અને 20 લાખથી વધુ ઉમેદવારોના એજન્ટ હોય છે. આટલા લોકો સામે વોટ ચોરી કેવી રીતે થઈ શકે?

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.