પોલિંગ એજન્ટ નિયમમાં ફેરફારથી ચૂંટણી વિવાદ ગરમાયો
ક્રિમિનલ રેકોર્ડવાળાને પોલિંગ એજન્ટ મંજૂરીથી રાજકારણ ગરમાયું, ચૂંટણી આયોગ સામે સવાલ

પ્રતિકાત્મક મતદાન અને પરિપત્રની તસવીર

પ્રતિકાત્મક મતદાન અને પરિપત્રની તસવીર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મોટો રાજકીય વિવાદ ભભૂકી ઉઠ્યો છે. પોલિંગ એજન્ટોની નિમણૂક અંગે રાજ્ય ચૂંટણી પંચે ક્રિમિનલ રેકોર્ડ સંબંધિત શરત હટાવતા કોંગ્રેસે કડક વિરોધ નોંધાવી ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઊભા કર્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે(24 એપ્રિલ) પ્રચારનો છેલ્લો દિવસ છે. પરંતુ મતદાન પહેલાં જ ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પોલિંગ એજન્ટોની નિમણૂક સંબંધિત અગાઉની શરત હટાવતાં રાજકીય માહોલ ગરમાયો છે. આ શરત હટાવવાના કારણે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર સીધો હુમલો કર્યો છે.
મામલો એ છે કે, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે 23/04/26ના રોજ એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે ચૂંટણી એજન્ટ, પોલિંગ એજન્ટ અથવા કાઉન્ટિંગ એજન્ટ તરીકે તેવા વ્યક્તિની નિમણૂક ન થવી જોઈએ. જેનો કોઈ ગુનાહિત રેકોર્ડ હોય અથવા ક્રિમિનલ હિસ્ટ્રી હોય. હવે આ મહત્વપૂર્ણ જોગવાઈ રદ કરવામાં આવી છે.

પરિપત્રના અંતમાં ચૂંટણી પંચે ઉમેર્યું છે કે, એજન્ટોની નિમણૂક, લાયકાત અને ગેરલાયકાત અંગેની બાકીની તમામ સૂચનાઓ યથાવત રહેશે. પરંતુ ક્રિમિનલ પૃષ્ઠભૂમિ સંબંધિત શરત દૂર થતાં વિરોધ પક્ષે ગંભીર શંકા વ્યક્ત કરી છે.
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ ડૉ. હેમાંગ વસાવડાએ રાજ્ય ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી વાંધો નોંધાવ્યો છે. કોંગ્રેસે પોતાના પત્રમાં જણાવ્યું છે કે પ્રશાસકીય આદેશ દ્વારા પોલિંગ એજન્ટોની લાયકાતમાં ફેરફાર કરી ગુનાહિત કેસ ધરાવતા લોકો માટે રસ્તો ખોલવામાં આવ્યો છે.
કોંગ્રેસે જણાવ્યું કે, પોલિંગ એજન્ટોની ભૂમિકા ચૂંટણી પ્રક્રિયામાં અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ઉમેદવાર દરેક બૂથ પર હાજર રહી શકતો નથી, તેથી પોલિંગ એજન્ટ ઉમેદવારના પ્રતિનિધિ તરીકે મતદાન કેન્દ્ર પર કામ કરે છે. આવી સ્થિતિમાં એજન્ટોની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સૌથી મહત્વની છે.
પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે ક્રિમિનલ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને પોલિંગ એજન્ટ બનાવવાથી ચૂંટણી પ્રક્રિયામાં ‘બાહુબલી તત્વો’નું પ્રવેશદ્વાર ખુલી શકે છે. આવા તત્વો સામે મતદાન કર્મચારીઓ અને વિરોધ પક્ષના એજન્ટોમાં ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે.
કોંગ્રેસે ચૂંટણી પંચને માંગ કરી છે કે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મતદાન પહેલાં આ સર્ક્યુલર તાત્કાલિક પરત ખેંચવામાં આવે. નહીં તો આ ચૂંટણીને નિષ્પક્ષ નહીં પરંતુ અન્યાયી અને અલોકતાંત્રિક ગણાશે.
પ્રચાર સમાપ્ત થવાના કલાકો પહેલાં ઉભેલા આ વિવાદે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં નવી રાજકીય ગરમી ભભૂકાવી દીધી છે. હવે ચૂંટણી પંચ શું નિર્ણય લે છે. તેના પર સૌની નજર ટકેલી છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.