BJP નેતા જે.ડી.સોલંકીના કોંગ્રેસને સમર્થનથી ખળભળાટ
પૂર્વ સંસદીય સચિવ જે.ડી. સોલંકી અને નેતાઓના પક્ષપલટાથી ગીર સોમનાથમાં રાજકીય સમીકરણ બદલાયા

કોડીનાર તાલુકાના સિધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠકની તસવીર

કોડીનાર તાલુકાના સિધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠકની તસવીર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો પડ્યો છે. ભાજપના કદાવર નેતા અને પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન જાહેર કરતાં ખળભળાટ મચી ગયો છે. સિધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સુનીલ રાઠોડ ભાજપમાં જોડાયા હતા. સુનિલ રાઠોડને જેઠા સોલંકીએ સમર્થન જાહેર કરતાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
કોડીનાર તાલુકાના સિધાજ ગામે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જેઠા સોલંકીએ મંચ પરથી જાહેરાત કરી કે તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે સંપૂર્ણ શક્તિ લગાવશે. વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા નેતાનો બદલાવ પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે.
એટલું જ નહીં, સિધાજ ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સુનીલ રાઠોડે પણ ભાજપને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી. પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતાં ભાજપના ગ્રામ્ય સંગઠનમાં મોટું ગાબડું પડી ગયું છે.
સિંધાજ ગામના પૂર્વ સરપંચ અને ભાજપના સાથે જોડાયેલા સુનિલ રાઠોડે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂજા વંશે તેમને જિલ્લા પંચાયતની વડનગર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સુનિલ રાઠોડ કોડીનાર રાનાવાળા હોસ્પિટલના ટ્રસ્ટી અને સુગર મિલના ડિરેક્ટર પણ છે.
ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે બહાર આવી રહ્યો છે. જેઠા સોલંકીનો દલિત અને પછાત વર્ગમાં પ્રભાવ હોવાના કારણે કોંગ્રેસને તેનો સીધો ફાયદો થઈ શકે તેમ છે. કોડીનાર પંથકમાં બદલાયેલું રાજકીય સમીકરણ ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે તેવી શક્યતા છે.
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, ગીર સોમનાથ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક અસંતોષ હવે સપાટી પર આવ્યો છે. જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાના સૂર વચ્ચે પક્ષપલટો થયો હોવાનું મનાય છે. જેઠાભાઈ સોલંકીનો પ્રભાવ દલિત અને પછાત વર્ગના મતદારો પર વધુ હોવાથી કોંગ્રેસને તેનો સીધો ફાયદો થઈ શકે તેમ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોડીનારનો 'ખેલ' સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક તરફ કોંગ્રેસ નવા જોશ સાથે મેદાનમાં આવી છે. બીજી તરફ ભાજપે પોતાનું સંગઠન વિખેરાતું બચાવવા માટે મથામણ કરવી પડશે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ પક્ષપલટાને કેવી રીતે સ્વીકારે છે.
ઉલ્લેખનીય છે કે કોડીનાર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ગત ચૂંટણીમાં ભાજપે 16 અને કોંગ્રેસે 8 બેઠકો જીતી હતી. જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકોમાંથી ભાજપે 4 અને કોંગ્રેસે 1 બેઠક મેળવી હતી. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ચૂંટણી પરિણામ બાદ જ કોણ જીતશે તે સ્પષ્ટ થશે. પરંતુ હાલ કોંગ્રેસના ખેમામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરાના સાવલી તાલુકા ભાજપમાં ભડકો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ભાજપમાં ભડકો થયો છે. ગોઠડા જિલ્લા પંચાયતના 100 કર્યકરો નારાજ થયા છે. કેતન પંચાલના નેતૃત્વમાં તમામ કાર્યકરોએ ભાજપને રામ રામ કર્યા છે. કોંગ્રેસ પ્રમુખે ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા. મંજુસર પંથકના અગ્રણીઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે. ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં ગાબડું પડતાં તેની સીધી અસર પરિણામો ઉપર પડી શકે તેમ છે.
અરવલ્લી જિલ્લામાં ભાજપને મોટો ઝટકો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ થયો છે. તેવામાં અરવલ્લી જિલ્લામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની કમિટેડ વોટબેંક ગણાતા કચ્છી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. સાત ગામના કચ્છી પટેલ કાર્યકરો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા છે. કચ્છી પટેલ સમાજના વ્યક્તિની પસંદગી ન કરાયાનો દાવો કરી 200 લોકોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.