બારામતી પેટા ચૂંટણી: કોંગ્રેસે પાછી ખેંચી ઉમેદવારી
સુનેત્રા પવાર માટે માર્ગ મોકળો; અજિત દાદાના સન્માનમાં કોંગ્રેસે ઉમેદવારી પાછી ખેંચી

શરદ પવારે કરી હતી વિનંતી

શરદ પવારે કરી હતી વિનંતી
મહારાષ્ટ્રના રાજકારણના પાવર સેન્ટર ગણાતા બારામતીમાંથી એક અત્યંત મહત્વના અને સંવેદનશીલ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આકસ્મિક અને દુઃખદ નિધન બાદ ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર પાછો ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે, પક્ષ દિવંગત નેતાના સન્માનમાં આ ચૂંટણી નહીં લડે.
શરદ પવારની મધ્યસ્થી અને ભાવુક અપીલઆ ઐતિહાસિક નિર્ણય પાછળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના સુપ્રીમો શરદ પવારની મહત્વની ભૂમિકા હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરદ પવાર, સાંસદ સુપ્રિયા સુલે અને રોહિત પવારે વ્યક્તિગત રીતે કોંગ્રેસના મોવડીમંડળ સાથે ચર્ચા કરી હતી. શરદ પવારે એવી લાગણી વ્યક્ત કરી હતી કે, અજીત પવારે મહારાષ્ટ્રના વિકાસમાં આપેલા યોગદાનને જોતા, તેમના પત્ની અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર સામે કોઈ ઉમેદવાર ઉતારવો જોઈએ નહીં. મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ, કોઈ દિગ્ગજ નેતાના નિધન બાદ તેમના પરિવારજન સામે ચૂંટણી ન લડીને તેમને બિનહરીફ ચૂંટવા એ એક શ્રદ્ધાંજલિ સમાન ગણાય છે.
કોંગ્રેસની શરત અને આકાશ મોરેની પીછેહઠઆ અગાઉ કોંગ્રેસ આ બેઠક પર મક્કમ જણાતી હતી. કોંગ્રેસના ઉમેદવાર આકાશ મોરેએ ઉમેદવારી પત્ર પણ ભરી દીધું હતું. કોંગ્રેસે શરૂઆતમાં એવી શરત મૂકી હતી કે, જે વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું કરૂણ મોત નીપજ્યું છે, તે મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને એફઆઈઆર (FIR) નોંધાય તો જ તેઓ ઉમેદવારી પર ફેરવિચારણા કરશે. જોકે, ૯ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે હાઈકમાન્ડના આદેશ બાદ આકાશ મોરેએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.
ભાજપનું વલણ અને કડક શબ્દોચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ પણ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું હતું કે, "જો કોંગ્રેસ સુનેત્રા પવારને બિનહરીફ જીતવા નહીં દે અને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરશે, તો કોંગ્રેસનું પતન બારામતીથી જ શરૂ થશે." ભાજપ અને શિંદે જૂથ પહેલેથી જ સુનેત્રા પવારને ટેકો જાહેર કરી ચૂક્યા છે.
સુનેત્રા પવારની બિનહરીફ જીત નિશ્ચિતકોંગ્રેસ દ્વારા ઉમેદવારી પાછી ખેંચાતા હવે બારામતી બેઠક પર સુનેત્રા પવાર માટે રસ્તો સાફ થઈ ગયો છે. અજીત પવારના નિધન બાદ સર્જાયેલી સહાનુભૂતિની લહેર અને પરિવારની એકતાએ વિપક્ષને પણ પીછેહઠ કરવા મજબૂર કર્યા છે. આ નિર્ણય મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વળાંક દર્શાવે છે, જ્યાં લોકશાહીના મેદાનમાં દુશ્મનાવટ કરતા સદભાવનાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
બારામતીની જનતા પણ આ નિર્ણયને આવકારી રહી છે. હવે ઔપચારિક જાહેરાત બાદ સુનેત્રા પવાર બારામતીના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં પ્રવેશશે, જે અજીત પવારના વારસાને આગળ ધપાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ધાનેરાથી જૂનાગઢ સુધી ક્યાં કોની જીત અને ક્યાં કોને મોટો ફટકો? જાણો સમગ્ર APMC ચૂંટણી પરિણામોની કહાની…

તેલંગાણામાં KTRએ રેવંત રેડ્ડી સરકાર સામે એવા સવાલો ઉઠાવ્યા કે રાજકીય ગરમાવો વધી ગયો. જમીન કોને મળી? CMના ભાઈ સાથે કંપનીનું કનેક્શન શું છે? અને KTRએ શા માટે ED, IT અને CBI તપાસની માંગ કરી?

BJPમાં નીતિન નબીનની નવી ટીમ બાદ હવે વધુ એક મોટો સંગઠનાત્મક નિર્ણય! યુવા, મહિલા, SC, OBC, કિસાન, ST અને લઘુમતી… ભાજપના 7 મોરચાની કમાન હવે કોના હાથમાં