વિદેશી ભંડોળ ભારત છોડી રહ્યું છે? શું છે રણનીતિ?
ઊંચું વેલ્યુએશન અને રૂપિયાની નબળાઈ નડી; જાન્યુઆરીમાં માત્ર 15 દિવસમાં કરોડો પાછા ખેંચાયા..

વિદેશી ભંડોળ ભારત છોડી રહ્યું છે?

વિદેશી ભંડોળ ભારત છોડી રહ્યું છે?
ભારતીય શેરબજાર માટે વર્ષ 2026ની શરૂઆત આશાસ્પદ રહી નથી. કોમોડીટી માર્કેટમાં સોના- ચાંદીના ભાવ તેના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યા હતા. સાથે સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા નવા વર્ષના પ્રથમ 15 દિવસમાં જ ₹22,530 કરોડની માતબર રકમની વેચવાલી કરવામાં આવી છે.
વર્ષ 2025માં પણ વિદેશી રોકાણકારોએ વિક્રમી ₹1.66 લાખ કરોડની નિકાસ કરી હતી, જેનો સિલસિલો હજુ પણ જારી રહ્યો છે. આ આક્રમક વેચવાલી પાછળ ભારતીય બજારનું ઊંચું વેલ્યુએશન, નબળો રૂપિયો અને વૈશ્વિક ભૌગોલિક તણાવ મુખ્ય કારણો હોવાનું વિશ્લેષકો માને છે.
બજારના નિષ્ણાતોના મતે, ભારતીય બજાર અન્ય ઉભરતા બજારોની સરખામણીએ મોંઘું બન્યું છે, જેને કારણે વિદેશી રોકાણકારો અહીંથી નફો બુક કરી રહ્યા છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે ‘AI ટ્રેડ’ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) માં રોકાણકારોનો રસ વધ્યો છે, જેના કારણે પરંપરાગત બજારોમાંથી નાણાં ખેંચાઈને ટેક-કેન્દ્રિત બજારોમાં જઈ રહ્યા છે.
ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે વિદેશી રોકાણકારોના વળતર પર નકારાત્મક અસર પડી રહી છે, જે તેમને વેચવાલી કરવા પ્રેરે છે. નોંધનીય છે કે, 2025માં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ (DIIs) ₹7.44 લાખ કરોડનું જંગી રોકાણ કરીને બજારને ટેકો આપ્યો હતો, પરંતુ વિદેશીઓની સતત વેચવાલી અને કંપનીઓના નબળા નફાને કારણે બજારમાં મોટી તેજી જોવા મળી નથી.
નિષ્ણાતો સૂચવે છે કે જ્યાં સુધી કોઈ સકારાત્મક સમાચાર (પોઝિટિવ ટ્રિગર્સ) નહીં મળે, ત્યાં સુધી વેચવાલીનો આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. રોકાણકારોને અત્યારે માત્ર લાર્જ-કેપ અને મજબૂત મિડ-કેપ શેરોમાં જ સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપવામાં આવી છે.

GIDCમાં 'વિરોધ વગર વિકાસ નહી'નો નારો ગૂંજ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને ક્રૂડના વધતા ભાવે રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ.

અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર, રોકાણકારોના ₹14 લાખ કરોડ ધોવાયા