ટ્રમ્પની ટેરીફ સત્તા પર સુપ્રીમ કોર્ટનો સવાલ
ટ્રમ્પ વહવિટી તંત્રે અમેરિકી આયાતકારો પાસે $ ૯૦ બિલિયન ટેરીફ પેટે વસૂલ્યા

ટેરીફ કેસ પર સુપ્રીમ કોર્ટમાં ચર્ચા

ટેરીફ કેસ પર સુપ્રીમ કોર્ટમાં ચર્ચા
અમેરિકાના સુપ્રીમ કોર્ટમાં બુધવારે ઐતિહાસિક સુનવણી શરૂ થઈ જેમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ લાદવાનો અધિકાર કાયદેસર છે કે નહીં, તેના પર સવાલ ઉઠ્યા. IEEPA (International Emergency Economic Powers Act, 1977) કાયદા હેઠળ ટ્રમ્પે ચીન, કેનેડા, મેક્સિકો અને યુરોપ સહિતના દેશોમાંથી આયાત પર મોટા પ્રમાણમાં ટેરીફ લગાવ્યા હતા, જેના કારણે સામાન્ય અમેરિકનો માટે કપડાંથી લઈને રમકડાં, કાર અને શરાબ સુધીના દૈનિક ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે.
આયાતી માલ પર US AdministrationS અમેરિકી આયાતકારો પાસે $90 બિલિયન ટેરીફ મારફત વસૂલ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં બંને લિબરલ અને કન્ઝર્વેટિવ ન્યાયાધીશોએ ટ્રમ્પની કાર્યકારી સત્તા અંગે ગંભીર સવાલો પૂછ્યા. શું રાષ્ટ્રપતિ કોંગ્રેસની અનુમતિ વિના અનિશ્ચિત કાળ સુધી ટેરીફ લાદી શકે? શું આ સંવિધાનની કાયદેસર અને અસ્તિત્વ માટે મોટો સવાલ ઉપસ્થિત નથી કરતું?
સરકારી વકીલ ડી. જ્હોન દલીલ કરી કે રાષ્ટ્રીય આપત્તિના નામે રાષ્ટ્રપતિને આયાત નિયંત્રણ કરવાનો અધિકાર છે અને તેમાં ટેરીફનો સમાવેશ થાય છે. પરંતુ ન્યાયાધીશોએ પૂછ્યું કે IEEPA કાયદામાં ક્યાંય "ટેરીફ" શબ્દનો ઉલ્લેખ નથી. અન્ય ન્યાયાધીશોએ ચેતવણી આપી કે જો કોંગ્રેસ પોતાનો ટેક્સ અને ટ્રેડ અધિકાર કાર્યકારી ધોરણે રાષ્ટ્રપ્રમુખ ને સોંપી દે તો ભવિષ્યમાં વધુ જોખમ ઊભા થઈ શકે.
12 રાજ્યો અને અનેક વેપારી સંગઠનો આ ટેરીફનો વિરોધ કરી રહ્યા છે. ખાતરીભર્યા નિર્ણયથી અમેરિકાની વેપાર નીતિ અને કિંમતો પર વ્યાપક અસર પડશે. જો અદાલત ટ્રમ્પની ટેરીફને ગેરકાનૂની જાહેર કરે તો પણ વ્હાઇટ હાઉસ અન્ય કાયદાકીય રસ્તાઓ અપનાવી શકે તેવી ટીપ મળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ચુકાદા બાદ હવે આગળ શું?

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ