સમયસર મહિલાનું બ્લાઉઝ નહી આપવું દરજીને ભારે પડ્યું
7 ટકા વ્યાજ સાથે રકમ અને 2500 વળતર ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો આદેશ

ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો આદેશ

ગ્રાહક તકરાર નિવારણ કમિશનનો આદેશ
અમદાવાદના એક દરજીને સમયસર બ્લાઉઝ સીવી નહી આપવાનું ભારે પડ્યું છે. મહિલાએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરતાં કમિશને મહિલાની સંપૂર્ણ રકમ 7 ટકા વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસ અને કેસ લડવાના ખર્ચ પેટે રૂપિયા 2500નું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારના એક મહિલાને તેના પરિવારના લગ્નમાં હાજરી આપવાની હતી. મહિલાએ સીજી રોડ સ્થિત એક દરજીની દુકાને બ્લાઉઝ સીવડાવવાનો ઓર્ડર આપ્યો હતો. મહિલાએ બ્લાઉઝની સિલાઈ માટે 4,395 રૂપિયા એડવાન્સમાં દરજીને ચુકવી દીધા હતા. દરજીએ લગ્ન પહેલાં બ્લાઉઝ તૈયાર કરી દેવાની ખાતરી આપી હતી. લગ્નની તારીખ 24 ડિસેમ્બર, 2024 ના રોજ હોવાથી તેમાં પહેરી શકે તે માટે મહિલાએ સિલાઈ માટે બ્લાઉઝ આપ્યું હતું.
14 ડિસેમ્બર 2024ના રોજ બ્લાઉઝ લેવા માટે મહિલા દરજીની દુકાને પહોંચી ત્યારે જે બ્લાઉઝ તૈયાર કરવામાં આવ્યું હતું. તે તેના જણાવેલા માપ અને ડિઝાઇન મુજબનું નહોતું. મહિલાએ તેની સામે વાંધો લેતાં દરજીએ બ્લાઉઝને ઠીક કરાવીને લગ્ન પહેલાં આપી દેવાની ખાતરી આપી હતી. પરંતુ, લગ્નનો દિવસ આવી જવા છતાં દરજીએ મહિલાને બ્લાઉઝ આપ્યું નહોતું. તેથી મહિલાએ દરજીને કાયદાકીય નોટિસ મોકલીને ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી.
ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં સુનાવણી દરમિયાન દરજી હાજર થયો નહોતો. તેથી કમિશને એક તરફી નિર્ણય કર્યો હતો. દરજી દ્વારા સમયસર સેવા ન આપવી અને ઓર્ડર પૂરો ન કરવો સ્પષ્ટપણે સેવામાં ખામી હેઠળ આવતું હોવાથી કમિશને પોતાના આદેશમાં કહ્યું કે, ફરિયાદકર્તાએ એડવાન્સ ચુકવણી કરવા છતાં સેવા મેળવી નથી. લગ્ન સમારોહ માટે ઓર્ડર આપવામાં આવેલો બ્લાઉઝ સમયસર સીવવામાં આવ્યો નથી.
તેનાથી ફરિયાદીને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હોવાનું સાબિત થાય છે. આયોગે દરજીને આદેશ આપ્યો કે, મહિલાએ એડવાન્સમાં ચુકવેલી 4,395 રૂપિયાની રકમ 7 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત આપે. આ ઉપરાંત મહિલાને માનસિક પીડા અને કેસ લડવાના ખર્ચ પેટે વધારાના રૂપિયા 2,500નું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
નવરંગપુરાના એક મહિલા ગ્રાહકે નવેમ્બર, 2024માં સીજી રોડ ઉપર આવેલી સોનીઝ ધી ડિઝાઇનર શોપના દરજી હરેશભાઇને લગ્નમાં ટ્રેડિશનલ સાડી માટે બ્લાઉઝની ડિઝાઇન અને કાપડ સાથે 4,395 રૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા હતા. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી 24 ડિસેમ્બરે પહેરવાનું બ્લાઉઝ સમયસર તૈયાર થઈ જાય તેવી મહિલા ગ્રાહકને અપેક્ષા હતી. દરજી અને મહિલા વચ્ચે નક્કી થયેલા સમય પ્રમાણે તે 14 ડિસેમ્બરે બ્લાઉઝ લેવા ગયા હતા. પરંતુ બ્લાઉઝ મહિલાના ઓર્ડર મુજબ સીવેલ નહોતો. મહિલાએ દરજીને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ સીવી આપવા જણાવ્યું હતું. પરંતુ દરજીએ મહિલાને બ્લાઉઝ તૈયાર કરી આપ્યો નહોતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ચુકાદા બાદ હવે આગળ શું?

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ