સમય રૈનાની દીવ્યંગોની મજાક સામે SCની કાર્યવાહી
બિભત્સ મજાક બદલ જાહેરમાં માફી માંગવાનો અને દિવ્યાંગો માટે ફંડ રેઇઝિંગ કરવાનો આદેશ.

સમય રૈનાની દીવ્યંગોની મજાક સામે SCની કાર્યવાહી

સમય રૈનાની દીવ્યંગોની મજાક સામે SCની કાર્યવાહી
યુટ્યુબ પર ખાસ ચર્ચિત થયેલો શો "ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ"માં કોમેડિયન્સ દ્વારા થયેલી ટીપ્પણીના કારણે મુશ્કેલીઓ વધી છે. ભારતીય કોમેડિયન સમય રૈના અને અન્ય ચાર કોમેડિયનો- બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર, નિશાંત જગદીશ તનવર અને વિપુલ ગોયલને દિવ્યાંગોની મજાક ઉડાવવી મોંઘી પડી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું.
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ કોમેડિયનોને આદેશ આપ્યો કે, તેઓ હવે દિવ્યાંગ વ્યક્તિઓની સારવાર માટે ભંડોળ એકઠું કરે અને પોતાના કાર્યક્રમોમાં દિવ્યાંગોની સફળતાની ગાથાઓ દર્શાવે.
અંધ વ્યક્તિઓની મજાક ઉડાવી હતી
વિવાદની શરૂઆત આ વર્ષની શરૂઆતમાં થઈ હતી, જ્યારે સમય રૈનાએ તેની યુટ્યુબ ચેનલ પરના તેના હવે બંધ થઈ ગયેલા શો 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' પર બે વીડિયોમાં સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડિત દર્દીઓ, જેમાં એક બાળકનો પણ સમાવેશ થતો હતો, તેમની સારવારની મજાક ઉડાવી હતી. આ ઉપરાંત તેણે અંધ અને ત્રાંસી આંખો ધરાવતા વ્યક્તિઓની પણ મજાક કરી હતી.
આ વિવાદ બાદ કોર્ટે કોમેડિયનોને અનેક સમન્સ જારી કર્યા હતા અને તેમને તેમના પ્લેટફોર્મ પર જાહેરમાં માફી માંગવાનો નિર્દેશ આપ્યો હતો. ગુરુવારની સુનાવણી દરમિયાન, CJIની બેન્ચે સૂચવ્યું કે આ કલાકારો દિવ્યાંગ વ્યક્તિઓ, ખાસ કરીને SMAથી પીડિત લોકોને તેમના કાર્યક્રમોમાં આમંત્રિત કરે, જેને કોમેડિયનોના વકીલે પાલન કરવાની સંમતિ આપી હતી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે તો દિવ્યાંગોનું અપમાન કરતી મજાકને સજાપાત્ર ગુનો બનાવવા માટે SC/ST એક્ટની જેમ જ એક કડક કાયદો ઘડવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી. તેમણે સોલિસિટર જનરલને પૂછ્યું, "તેમનું અપમાન કરતી મજાક માટે સ્પષ્ટ સજા સાથે SC/ST એક્ટની જેમ કાયદા પર શા માટે વિચાર ન કરવો?" સોલિસિટર જનરલે સહમતી દર્શાવી હતી કે હ્યુમર ક્યારેય કોઈની ગરિમાના ભોગે ન હોવું જોઈએ.
ઓક્ટોબરમાં સમય રૈના અને અન્ય ચાર કોમેડિયનોએ સંયુક્ત નિવેદનમાં આ દર્દ માટે ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં વધુ સંવેદનશીલતા રાખવાની ખાતરી આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ચુકાદા બાદ હવે આગળ શું?

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ