શિલ્પા શેટ્ટીના AI જનરેટેડ ફોટા મુદ્દે HCનો પ્રહાર
ડીપફેક વીડિયોથી વ્યથિત શિલ્પા શેટ્ટીને હાઈકોર્ટે આપી મોટી રાહત, ગોપનીયતાનો અધિકાર સર્વોપરી

શિલ્પાના AI ફોટા પર HCની રોક

શિલ્પાના AI ફોટા પર HCની રોક
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેકનોલોજીનો દુરુપયોગ કરી સેલિબ્રિટીઝને નિશાન બનાવવાની વધતી ઘટનાઓ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે વિવિધ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને તેના વાંધાજનક ડીપફેક ફોટા અને વીડિયો તાત્કાલિક અસરથી હટાવી દેવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ પ્રકારના કૃત્યને "અત્યંત નિંદનીય અને આઘાતજનક" ગણાવ્યું છે.
ગૌરવ સાથે જીવવાનો અધિકાર મૂળભૂત છે જસ્ટિસ અદ્વૈત સેઠનાની સિંગલ બેન્ચે અવલોકન કર્યું હતું કે, કોઈપણ વ્યક્તિ, ખાસ કરીને મહિલાને તેની સંમતિ વિના આ પ્રકારે પ્રદર્શિત કરવી એ તેના ગોપનીયતાના મૂળભૂત અધિકાર (કલમ 21) નુ ઘોર ઉલ્લંઘન છે.
શિલ્પા શેટ્ટીએ રજૂ કરેલા પુરાવાઓ જોઈને કોર્ટે નોંધ્યું કે આ ચિત્રો એટલા વિચલિત કરનારા છે કે તેને કોઈપણ સંજોગોમાં ન્યાયી ઠેરવી શકાય નહીં. ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિની ઓળખને ખરડવી એ તેની 'ડિજિટલ પર્સનહુડ' પર હુમલો છે.
વચગાળાની રાહત અને ટેક પ્લેટફોર્મ્સને ફટકાર અભિનેત્રીની અરજીમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ પોર્ટલ પર તેના અશ્લીલ અને ફેબ્રિકેટેડ (બનાવટી) ફોટા ફેલાવવામાં આવી રહ્યા છે, જેનાથી તેની છબી ખરડાઈ રહી છે. હાઈકોર્ટે આ મામલે મધ્યસ્થીઓની જવાબદારી નક્કી કરતા કહ્યું કે, સંમતિ વિના કોઈપણ વ્યક્તિની ગરિમાને જાહેર મંચ પર આ રીતે ઠેસ પહોંચાડી શકાય નહીં.
કોર્ટે તમામ પ્રતિવાદી પ્લેટફોર્મ્સને નિર્દેશ આપ્યો છે કે અરજીમાં જણાવેલ તમામ URLs પરથી વિવાદાસ્પદ સામગ્રી તાત્કાલિક ડિલીટ કરવામાં આવે.
ડીપફેક સામે કાયદાકીય મજબૂતીની જરૂર આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે AI ટેકનોલોજી હવે ગુનાખોરીનું નવું હથિયાર બની રહી છે. જોકે કોર્ટે અત્યારે માત્ર પર્સનાલિટી રાઈટ્સ અને પ્રાઈવસી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ આ ચુકાદો ભવિષ્યમાં ડીપફેકનો શિકાર બનનાર અન્ય પીડિતો માટે આશાનું કિરણ બનશે. આ કેસની આગામી સુનાવણીમાં બૌદ્ધિક સંપદા કાયદા હેઠળ વ્યક્તિત્વના અધિકારોના વ્યાપક મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ચુકાદા બાદ હવે આગળ શું?

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ