SC આદેશ: તથ્ય પટેલ અને પિતા સામે ચાર્જફ્રેમ દાખલ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અઢી વર્ષે ઝડપી કાર્યવાહી, નીચી મુંડી રાખીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ

તથ્ય પટેલ અને પિતા સામે ચાર્જફ્રેમ દાખલ

તથ્ય પટેલ અને પિતા સામે ચાર્જફ્રેમ દાખલ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 20 જુલાઈ, 2023ની રાત્રે બેફામ ગતિએ જેગુઆર કાર હંકારીને 9 લોકોના જીવ લેનારા આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે આખરે અઢી વર્ષ બાદ ચાર્જફ્રેમ કરવામાં આવ્યા છે. આરોપી તથ્ય પટેલે પોતે જ સુપ્રીમ કોર્ટમાં વહેલી ટ્રાયલ શરૂ કરવા માટે અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ અરજીના આધારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને 3 સપ્તાહમાં ચાર્જફ્રેમ કરવાની અને સાક્ષીઓની જુબાની શરૂ કરવાની સૂચના આપી હતી, જેના પગલે આ કાર્યવાહી ઝડપી બની છે.
ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં હાજર રહેલા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે તમામ કલમો અંતર્ગત ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. જજે તેમની પર લાગુ કરાયેલી કલમો બોલી સંભળાવીને કાગળ પર સહી લીધી હતી. હવે કેસની ટ્રાયલ આગળ વધશે અને સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી શરૂ થશે.
તથ્ય સામે IPCની કલમ 304
આ અકસ્માત કેસમાં પોલીસે ઘટનાના 7 દિવસની અંદર જ 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય પટેલ સામે IPCની કલમ 304 (માનવ વધ) લાગુ કરવામાં આવી છે, જેમાં 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. જોકે, તથ્યએ આ કલમમાંથી મુક્તિ મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે, જે હજુ પેન્ડિંગ છે.
કેસની મુખ્ય વિગતો
આરોપી તથ્ય પટેલે 141 કિમીની સ્પીડે કાર હંકારી 9 વ્યક્તિઓને મોતને ઘટ ઉતાર્યા હતા જેમાં 12 જેટલા ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઘટનાના કુલ 191 સાક્ષી છે જેમાં તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો સહિત 8 વ્યક્તિના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયા હતા.
ચાર્જશીટ ફાઇલ થયા બાદ તથ્યએ કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ મેળવવા અરજી કરી હતી, જે ગ્રામ્ય કોર્ટે ફગાવતા તેણે હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટમાં આ અરજી પર ચુકાદો પેન્ડિંગ હોવાથી અત્યાર સુધી ટ્રાયલ શરૂ થઈ શકી નહોતી. ચાર્જફ્રેમ થતાં હવે ટ્રાયલ ચાલશે. નોંધનીય છે કે જેલવાસ દરમિયાન તથ્ય અત્યાર સુધીમાં દાદાનું નિધન અને માતાના ઓપરેશન જેવા કારણોસર બે વખત હંગામી જામીન પર પોલીસ જાપ્તા સાથે બહાર આવી ચૂક્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ચુકાદા બાદ હવે આગળ શું?

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ