ટ્રિબ્યુનલનો ચંદા કોચર પરનો ચોંકાવનારો ચુકાદો
વિડિયોકોન લોન કેસમાં ચંદા કોચરે લીધેલી લાંચનો ભાંડાફોડ

ચંદા કોચર દોષિત જાહેર

ચંદા કોચર દોષિત જાહેર
વિડિયોકોન લોન કેસે ભારતીય બેંકિંગ ઇતિહાસમાં ઉથલપાથલ મચાવી હતી. હાલમાં જ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા પૂર્વ ICICI બેન્ક CEO ચંદા કોચરને રૂ. 64 કરોડની લાંચ લેવા માટે દોષીત જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ચુકાદો કોઇ સામાન્ય બનાવ નહોતો. પૂર્વે તેમને ક્લીન ચિટ મળી હતી, પણ હવે ટ્રિબ્યુનલએ એ ચુકાદાને પલટાવી દીધો છે.
સમગ્ર વાત:
ચંદા કોચર ભારતની સૌથી પ્રતિષ્ઠિત મહિલા બેંકરોમાંમાંથી એક રહી ચુક્યા છે. તેમણે 2009થી 2018 સુધી ICICI બેન્કનું નેતૃત્વ સાંભળ્યું હતું. તેમનો કારકિર્દી દરમ્યાન બેન્કે ઘણી નવી ઊંચાઈઓ પર પહોંચ્યું. 2009માં વીડિયોકોન ગ્રુપને રૂ. 300 કરોડની લોન મંજૂર કરી હતી, જ્યારે ચંદા કોચર લોન મંજૂર કરવાની સમિતિમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. તપાસ મજબ, લોનની મંજૂરીના તરત પછી, વિડિયોોકોન ગ્રુપથી જોડાયેલ સુપ્રીમ એનર્જી પ્રાઇવેટ લિમિટેડથી નુપાવર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ (NRPL)માં રૂ. 64કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા, NRPLના નિયંત્રણ ચંદા કોચરના પતિ દીપક કોચર પાસે હતા.
ટ્રિબ્યુનલ મુજબ, ચંદા કોચરે પોતાના પતિના વ્યાપારી સંબંધો વિશે કાર્યવાહી દરમિયાન કોઈ ખુલાસો કર્યો ન હતો, જે 'ક્વિડ પ્રો ક્વો' (લેણે સામે લેવું)નો સ્પષ્ટ દાખલો છે. ટ્રિબ્યુનલએ સ્પષ્ટતા કરી છે કે, આ ફાળવણીથી બેન્કની આંતરિક નીતિઓનું ઉલ્લંઘન થયું છે અને વ્યવસાયિક નૈતિકતા ખોરવાઇ છે.
વિડિયોોકોન લોન પછી એ લોન નોન-પરફોર્મિંગ એસેટ (NPA) બની ગઈ અને બેન્કને મોટું નાણાકીય નુકસાન થયું. 2018માં ચંદા કોચરે MD અને CEO તરીકે પદ છોડવું પડ્યું હતું. દરમિયાન CBI અને EDએ તેમની ધરપકડ કરી, સંપત્તિ જપ્ત કરી અને હવે ટ્રિબ્યુનલએ પણ તેમને દોષીત જાહેર કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ચુકાદા બાદ હવે આગળ શું?

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ