બોમ્બે હાઈકોર્ટે 31 વર્ષીય મહિલાને તેના જીવનસાથી દ્વારા ટેકો આપવાનો ઇનકાર કર્યા પછી 25 અઠવાડિયાની ગર્ભાવસ્થાનો અંત લાવવાની મંજૂરી આપી છે. અરજદાર મહિલાની હાલની પરિસ્થિતિ લાવવામાં સક્રિય સહભાગી હોવા છતાં, તેના જીવનસાથી દ્વારા તેને કોઈપણ રીતે ટેકો અથવા સહાય આપવાનો ઇનકાર કરવાથી મહિલા બેચેન બની ગઈ હતી, તે અવલોકન કરતાં કોર્ટે કહ્યું કે, ''અરજદાર સ્વાભાવિક રીતે સામાજિક કલંક અને તેના પોતાના માતાપિતાનો સામનો કરવા અંગે ચિંતિત હતી."
જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને નીલા કે ગોખલેની ડિવિઝન બેન્ચે 19 જૂનના રોજ ગર્ભાવસ્થા ચાલુ નહીં રાખવાની મહિલાની અરજી પર આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે તેના ભૂતપૂર્વ જીવનસાથીને અરજદાર મહિલાને કાનૂની ખર્ચ ઉપરાંત તેના તબીબી ખર્ચ માટે 1 લાખ રૂપિયા આપવા અને જો મહિલા અરજદાર ઇચ્છે તો તેણીને હોસ્પિટલ લઈ જવા અને પ્રક્રિયા દરમિયાન સાથે રહેવા જણાવ્યું હતું.
અરજદાર મહિલાએ રજૂઆત કરતાં કહ્યું કે ગર્ભનિરોધક ઉપકરણની નિષ્ફળતાને કારણે ગર્ભાવસ્થા થઈ હતી. તેણીએ હવે કોઈ સંબંધમાં નથી તેની પણ રજૂઆત કરી હતી. મહિલાએ થોડા મહિના પહેલા નોકરી છોડી દીધી હતી અને આજે, નવી નોકરી શોધવાને બદલે ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે ડોકટરોની સલાહ લેવા માટે દોડવાની ફરજ પડી હતી.
13 જૂનના રોજ હાઇકોર્ટે સરકારી જેજે હોસ્પિટલના મેડિકલ બોર્ડ અને મનોચિકિત્સકના મૂલ્યાંકનના રિપોર્ટ મુજબ અરજદારને નાણાંની મુશ્કેલીઓ ઉપરાંત બિમારીનો ઇતિહાસ હોવાનું જાણવા મળ્યું હતું જેથી બોર્ડે સર્વાનુમતે મહિલાને ગર્ભાવસ્થા સમાપ્તિ (MTP) કાયદા હેઠળ પ્રક્રિયામાંથી પસાર થવા માટે યોગ્ય ગણાવી હતી. બેન્ચે નોંધ્યું કે અરજદારે ગર્ભાવસ્થા સમાપ્ત કરવાનો સભાન નિર્ણય તેણીએ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લીધો હતો તેની ન્યાયાધીશોએ ખાતરી કરી હતી.