2006 મુંબઈ બ્લાસ્ટ કેસના 12 આરોપી નિર્દોષ જાહેર
હાઈકોર્ટએ ટ્રાયલ કોર્ટના મૃત્યુદંડ-આજીવન કેદના ચુકાદા રદ કર્યા

મુંબઈ બ્લાસ્ટ કેસના 12 આરોપી નિર્દોષ જાહેર

મુંબઈ બ્લાસ્ટ કેસના 12 આરોપી નિર્દોષ જાહેર
જુલાઇ 2006માં જ્યારે મુંબઈ લોકલ ટ્રેનોમાં સાંજે માત્ર 11 મિનિટમાં સાત અલગ અલગ સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આ કેસમાં નવેમ્બર 2006માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 2015માં, ટ્રાયલ કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાં 5ને મૃત્યુદંડ અને 7ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
મુંબઈ લોકલ ટ્રેનોમાં 2006માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સોમવારે બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો. દુર્ઘટનાના આટલા વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે. કોર્ટે હવે આ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને આરોપીઓને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
ખાસ ટાડા કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા તમામ 12 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. તેમાંથી 5ને મૃત્યુદંડ અને 7ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
ન્યાયાધીશ અનિલ કિલોર અને એસ. ચાંડકની ડિવિઝન બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓનો કોઈ નક્કર આધાર નથી. કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા. હાઈકોર્ટે માત્ર આરોપીઓની અપીલ સ્વીકારી જ નહીં, પરંતુ રાજ્ય સરકારની મૃત્યુદંડની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી.
આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી જાન્યુઆરી 2025માં પૂર્ણ થઈ હતી, અને ત્યારથી કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. યરવડા, નાસિક, અમરાવતી અને નાગપુર જેલમાં બંધ આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ચુકાદા બાદ હવે આગળ શું?

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ