શું Vi વેચાઈ જશે? TGH રોકાણ સાથે કંટ્રોલ લેશે
ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ્સ ₹52,800 કરોડનું રોકાણ કરી કંટ્રોલ લેવા તૈયાર, પ્રમોટર્સ બદલાશે

શું Vi TGH રોકાણ સાથે કંટ્રોલ લેશે?

શું Vi TGH રોકાણ સાથે કંટ્રોલ લેશે?
ભારતની સંકટમાં ઘેરાયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા (Vi) માટે એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી (PE) ફર્મ ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ્સ Viમાં આશરે $4થી 6 અબજ (લગભગ ₹35,000 કરોડથી ₹52,800 કરોડ) સુધીનું મોટું રોકાણ કરવાની તૈયારીમાં છે. આ રોકાણ ઉપરાંત ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગ્સ (TGH) હાલમાં ખોટમાં ચાલી રહેલી આ ટેલિકોમ ઓપરેટરનો ઓપરેશનલ કંટ્રોલ લેવા માટે પણ વાતચીત કરી રહી છે.
કેન્દ્ર સરકારના પેકેજ પર આધારિત છે ડીલ
મીડિયા અહેવાલો મુજબ, TGHએ આ રોકાણ માટે એક મોટી શરત મૂકી છે. આ ડીલ ત્યારે જ શક્ય બનશે જ્યારે કેન્દ્ર સરકાર Viની તમામ દેણદારીઓને આવરી લેતું એક વ્યાપક પેકેજ ઉપલબ્ધ કરાવશે. આમાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) અને સ્પેક્ટ્રમ પેમેન્ટ પર આધારિત બાકી રકમનો પણ સમાવેશ થાય છે. TGH, જેની ભારત સરકારમાં લગભગ 49% હિસ્સેદારી છે, તે તમામ બાકી લેણાં માફ કરવાને બદલે દેણદારીઓનું પુનર્ગઠન કરવાની માંગ કરી રહી છે.
બદલાશે Viના પ્રમોટર્સ?
જો આ ડીલ સફળ થશે, તો ટેલિકોમ સેક્ટરમાં એક મોટો ફેરફાર આવી શકે છે. TGHને Vi માં પ્રમોટરનો દરજ્જો મળી જશે અને તે વર્તમાન પ્રમોટર્સ આદિત્ય બિરલા ગ્રુપ અને યુકેની વોડાફોન પાસેથી કંપનીનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લેશે. આ સ્થિતિમાં, ભારત સરકાર Vi માં માત્ર એક નિષ્ક્રિય લઘુમતી રોકાણકાર તરીકે જ રહી જશે. ન્યૂયોર્ક સ્થિત આ ઇન્વેસ્ટમેન્ટ ફર્મે આ અંગેનો વિગતવાર પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કર્યો છે.
TGH ડિજિટલ અને એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવા માટે જાણીતી છે. કંપનીના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ સંજીવ આહૂજાને 2003થી 2007 દરમિયાન ડૂબી રહેલી ફ્રેન્ચ ટેલિકોમ કંપની ઓરેન્જને સફળતાપૂર્વક બચાવવાનો શ્રેય આપવામાં આવે છે. આ ભૂતકાળનો અનુભવ દર્શાવે છે કે TGH પાસે Vi ને સંકટમાંથી બહાર કાઢવા માટેની નિપુણતા અને પાયાની સમજણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ