ભારતમાં ટુ-વ્હીલર ચાલકો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15 જુલાઈ, 2025થી નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર્સ માટે ટોલ ટેક્સ ફરજિયાત થઈ શકે છે. અત્યાર સુધી ટુ-વ્હીલર્સને ટોલ ચૂકવવામાંથી મુક્તિ હતી, પરંતુ હવે FASTag ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમના વિસ્તરણ સાથે આ વાહનોને પણ ટોલ ચૂકવવાનો વારો આવશે.
નીતિન ગડકરીએ આપી પ્રતિક્રિયા
રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરી જાણકારી આપી કે સોશિયલ મીડિયા પર ટુ-વ્હીલર પર ટેક્ષ લેવા અંગે ચાલી રહી છે જે એકદમ ભ્રામક છે. હાલ સરકાર દ્વારા આવો કોઈ પણ પ્રકારનો ટેક્ષ લગાવાવનો કોઈ વિચાર નથી, સાથે સાથે કેટલાક મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા રીપોર્ટ પર તેમણે આપ્તી જતાવતા કહ્યું કે આવી ભ્રામક ખબરોને મીડિયાએ પ્રોત્સાહન ન આપવું જોઈએ..
શા માટે આ ફેરફાર?ટુ-વ્હીલર્સને અગાઉ ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, કારણ કે તેની રસ્તા પરની અસર ઓછી હોય છે અને ટોલ વસૂલવાનો ખર્ચ પણ વધુ હતો. જોકે, ડિજિટલ ટોલ કલેક્શનની સરળતા અને FASTag સિસ્ટમના વ્યાપને કારણે સરકાર હવે ટુ-વ્હીલર્સને પણ આ નિયમ હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો નિયમ 15 જુલાઈથી લાગુ થઈ શકે છે, જોકે સત્તાવાર નોટિફિકેશન હજુ જાહેર થયું નથી.
નાગરિકો પર અસર
આ નવો નિયમ ખાસ કરીને રોજિંદા પરિવહન માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરનારાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. FASTag ખરીદવું, તેને લિંક કરવું અને નિયમિત અપડેટ રાખવાની પ્રક્રિયા કેટલાક માટે જટિલ લાગી શકે છે. આ ઉપરાંત, ટોલ ટેક્સના કારણે મુસાફરીનો ખર્ચ વધવાથી સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી શકે છે.
સરકારની નવી યોજનાઓસરકાર ટોલ ચૂકવણીને વધુ સરળ બનાવવા માટે નવા મોડલ્સ રજૂ કરી રહી છે. ઉદાહરણ તરીકે, FASTag વાર્ષિક ટોલ પાસ (ATP) યોજના, જે નેશનલ હાઇવે પર વાર્ષિક રૂ. 3000ની ફી સાથે 200 ટ્રીપની મંજૂરી આપે છે. આ યોજના ટુ-વ્હીલર ચાલકો માટે પણ લાગુ થઈ શકે છે, જેનાથી નિયમિત મુસાફરોને થોડી રાહત મળી શકે.
ટુ-વ્હીલર્સ પર ટોલ ટેક્સનો નવો નિયમ ડિજિટલ ટોલ કલેક્શનને પ્રોત્સાહન આપવા અને હાઇવેના નિર્માણ-જાળવણી માટે ભંડોળ એકત્ર કરવાનો સરકારનો પ્રયાસ હોઈ શકે. જોકે, આ નિયમથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ વધશે. સરકારે આ નિર્ણયને લાગુ કરતા પહેલા નાગરિકોની સુવિધા અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ, જેથી આ ફેરફાર સૌ માટે સ્વીકાર્ય બને.