વૃંદાવનમાં પૂંછડીવાળા ચોરનો આતંક, 20 લાખના ઘરેણાં લઈને ફરાર
વૃંદાવનમાં અલીગઢના શ્રદ્ધાળુ પરિવારની મહિલાનું 20 લાખના હીરાના ઘરેણાંથી ભરેલું પર્સ વાંદરાએ છીનવી લીધું. પોલીસે રાતભરની મહેનત બાદ ઘરેણાં શોધ્યાં.

વૃન્દાવનમાં વાંદરાનો આતંક

વૃન્દાવનમાં વાંદરાનો આતંક
વૃંદાવનમાં વાંદરાઓના ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ગુરુવારે વધુ એક ચોંકાવનારી ઘટના બની જ્યારે એક વાંદરાએ અલીગઢથી આવેલા શ્રદ્ધાળુ પરિવારની મહિલાની પાસે કિશોપુરા તિરાહા પાસે થી 20 લાખના હીરાના ઘરેણાંથી ભરેલું પર્સ છીનવી લીધો.
આ પરિવાર ઠાકુર બાંકેબિહારી મંદિરમાં ફુલ બંગ્લાની સેવા આપવા આવ્યા હતા. સાંજની સેવા બાદ તેઓ મંદિરમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે સાડા દસ વાગ્યે આ ઘટનાએ લોકોમાં ખળભળાટ મચાવી દીધો. પરિવાર અને આસપાસના લોકોએ વાંદરાનો લાંબે સુધી પીછો કર્યો, પરંતુ વાંદરો મકાનની છત પર ચડી ગયો અને પર્સમાંથી ઘરેણાં ફેંકવા લાગ્યો.
ફ્રૂટી આપી પર્સ પાછું મેળવવાનો પણ પ્રયાસ કરાયો હતો, પણ સફળતા મળી નહોતી. પરિવાર દ્વારા તાત્કાલિક બાંકેબિહારી પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રશાંત કપિલ અને ચોકી પ્રભારી સહિત પોલીસ ટીમે આખી રાત છાપરાઓ પર કૂદાકૂદ કરી. વાંદરાએ પર્સ ફાડી નાખ્યું હતું અને ઘરેણાં અલગ અલગ સ્થળે વેરાઈ ગયા હતા. આખરે સવારે 6 વાગ્યે હીરાનો હાર, બે વીટીં અને બે ટાપ્સ સહિત ઘરેણાં એકત્રિત કરવામાં આવ્યા.
પરિવારના જણાવ્યા અનુસાર, પર્સમાં કુલ 20 લાખના ઘરેણાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ, વાંદરો હજુ પણ પકડાયો નથી અને ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.