ત્રિપુરામાં મંદિરના ફાળાના વિવાદ બાદ હિંસા ભભૂકી
ઉનાકોટીમાં સાંપ્રદાયિક હિંસા બાદ ઇન્ટરનેટ ઠપ્પ, પોલીસે 8 લોકોની અટકાયત કરી તપાસ તેજ કરી..

ત્રિપુરામાં વિવાદ બાદ હિંસા ભભૂકી

ત્રિપુરામાં વિવાદ બાદ હિંસા ભભૂકી
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં શનિવારે એક નજીવી બાબતે થયેલો ઝઘડો હિંસક અથડામણમાં ફેરવાતા પૂર્વોત્તર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. કુમારઘાટ સબ-ડિવિઝનમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસામાં 5થી 6 લોકો ઘાયલ થયા છે અને અનેક મિલકતોને નુકસાન પહોંચ્યું છે.
સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે અને આગામી 48 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.
ઘટનાની વિગતો મુજબ, ફાટીકરોય પોલીસ સ્ટેશન વિસ્તારના સૈદરપાર ગામમાં એક શિવ મંદિર માટે ફાળો ઉઘરાવવા બાબતે વિવાદ સર્જાયો હતો. લાકડા ભરેલા એક વાહનને રોકીને ફાળો માંગવામાં આવ્યો હતો, પરંતુ લાકડાના વેપારી મસબ્બીર અલીએ ફાળો આપી દીધો હોવાનો દાવો કરતા મામલો બિચક્યો હતો.
દલીલબાજી બાદ હિંસા ભભૂકી ઉઠી હતી, જેમાં વેપારીની દુકાન સળગાવી દેવામાં આવી હતી અને આગ નજીકના ત્રણ મકાનોમાં પણ ફેલાઈ હતી. અહેવાલો મુજબ, એક સ્થાનિક મસ્જિદમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
હિંસાની જાણ થતા જ આસામ રાઈફલ્સ, CRPF, BSF અને ત્રિપુરા સ્ટેટ રાઈફલ્સની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. ઉનાકોટીના જિલ્લા મેજિસ્ટ્રેટ તમલ મજુમદારે જણાવ્યું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિરાજિત સિન્હાએ આ હિંસાની આકરી નિંદા કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ પ્રશાસન દ્વારા ફ્લેગ માર્ચ કાઢીને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મોબાઈલમાં અચાનક નેટ બંધ થયું… મહિલાએ ફોન ફેંક્યો અને રૂમમાં જતી રહી!

કાનપુરમાં ઘરની બાજુમાં કથિત ‘દરગાહ’… અને પછી એવો વિવાદ કે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો!

દેશના આકાશમાં મોટો ફેરફાર! IMDની નવી સેટેલાઇટ તસવીરોમાં ભારતના લગભગ 90% વિસ્તારમાં વાદળો ઘટ્યા છે… તો શું ચોમાસું હવે વિદાય તરફ છે?