વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટમાં કરેલી વિવિધ જોગવાઈઓ
વૈશ્વિક સ્તરે તણાવથી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર. કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળની ખરીદી કરશે.

વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટમાં કરેલી વિવિધ જોગવાઈઓ

વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટમાં કરેલી વિવિધ જોગવાઈઓ
બજેટની હાઈલાઈટ્સ
વૈશ્વિક સ્તરે તણાવથી ગ્લોબલ ગ્રોથ પર થોડી અસર. ગ્રામીણ વિકાસ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકાસ માટે વધુ જોર આપવામાં આવશે. ગરીબ, મહિલા, યુવા, ના વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે. ફાઇનાન્સિયલ સેક્ટરમાં વધુ રિફોર્મ લાવવામાં આવશે. જિલ્લામાં ધન ધાન્ય યોજનાની શરૂઆત કરાશે. તુવેર, અડદ, અને મસુર દાળ માટે 6 વર્ષનું સ્પેશિયલ મિશન જાહેર કરાયું. બિહારમાં મખાના બોર્ડ બનાવવામાં આવશે.
કેન્દ્રીય એજન્સીઓ 4 વર્ષ સુધી દાળની ખરીદી કરશે. શાકભાજી અને ફળના ઉત્પાદન માટે રાજ્યો સાથે મળીને યોજના બનાવવામાં આવશે. મરીન સેક્ટરનો વિકાસ કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ કરવામાં આવશે. આસામમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. INDIA POST ને મોટી LOGISTICS સંસ્થા બનાવવામાં આવશે. નાની કંપનીઓ માટે સ્પેશિયલ ક્રેડિટ કાર્ડ શરૂ કરાશે. ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનવા પ્રયાસ કરવામાં આવશે. ફુટવેર અને લેધર માટે ખાસ યોજના લાવવામાં આવશે.
રમકડાં માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવશે. પછાત વર્ગની મહિલાઓ માટે ખાસ યોજના લાવવામાં આવશે. લેધર સ્કીમ થકી 22 લાખ નવા રોજગાર ઉત્પન્ન થશે. નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની શરૂઆત કરવામાં આવશે. અભ્યાસમાં ભારતીય ભાષાઓને વધુ મહત્ત્વ આપવામાં આવશે. IIT ઈન્સ્ટિટ્યૂટની સંખ્યા વધારવામાં આવશે. 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રમાં 75 હજાર બેઠકો વધારવામાં આવશે. AI માટે સ્પેશિયલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. નાના વર્કર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ લાવવામાં આવશે.
નાના વિક્રેતાઓ માટે UPI LINKED CARD આવશે. UPI LINKED CREDIT CARD ની LIMIT 30 હજાર કરાશે. રાજ્યોને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વ્યાજ મુકત રકમ આપવામાં આવશે. શહેરી વિકાસ માટે 1 લાખ કરોડના ફંડની ઘોષણા કરાશે. 2047 સુધી વધુમાં વધુ ન્યુક્લિયર એનર્જી ઉત્પન્ન કરવા પ્રયાસ કરાશે. ન્યુક્લિયર એનર્જી માટે ખાસ સ્કીમ લાવવામાં આવશે. શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે ખાસ યોજના રજૂ કરાશે. "ઉડાન" સ્કીમ હેઠળ વધુમાં વધુ શહેરોને જોડવામાં આવશે.
બિહારમાં નવા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. SWAMIH સ્કીમ હેઠળ વધુ 40 હજાર યુનિટ બનાવવામાં આવશે. રાજ્યો સાથે મળીને 52 નવા પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવશે. માઇનીંગ માટે નવી પોલિસી લાવવામાં આવશે. પ્રાઈવેટ સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20 હજાર કરોડ રોકવામાં આવશે. તમામ સરકારી સેકન્ડરી શાળાઓને બ્રોડબેન્ડથી જોડવામાં આવશે.
એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ લાવવામાં આવશે. ભગવાન બુદ્ધથી જોડાયેલા ધાર્મિક સ્થળોને વિકસાવવામાં આવશે. ભારતીય લિપિઓના સંરક્ષણ માટે ખાસ યોજના લાવવામાં આવશે. એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા સહેલાઈથી પૈસા મળશે. આવતા અઠવાડિયે નવું ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવશે. નવો ઇન્કમટેક્સ કાયદો સહેલો અને ટૂંકો હશે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100 ટકા FDI LIMIT થશે. RE KYC ની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે.
36 જીવન રક્ષક દવા પરથી કસ્ટમ ડયુટી હટાવવામા આવશે. ઈલેક્ટ્રિક સમાન પર કસ્ટમ ડયુટીમાં બદલાવ કરવામાં આવશે. LEAD અને ZINC પર પ્રાથમિક ડયુટી નહીં લાગે. ક્રસ્ટ લેધર પરથી ડયુટી હટાવવામાં આવશે. TDS દરોને સરળ બનાવવામાં આવશે. સિનિયર સિટીઝન માટે ટેક્સમાં મોટી રાહત જાહેર કરવામાં આવી. વરિષ્ઠ નાગરિકો માટે કર કપાતની મર્યાદા બમણી કરીને 1 લાખ કરવામાં આવશે. ભાડા પર TDS ની LIMIT વધારીને 6 લાખ કરવામાં આવી. TDS ની મોડી ચુકવણી પર કોઈ કેસ નહીં થાય. જ્યારે 12 લાખની આવક સુધી કોઈ હવેથી કોઈ ઈન્કમટેક્સ નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ