ખાનગી બસ અને ટ્રક વચ્ચેની ટક્કર બાદ આગ, 3ના મોત
વહેલી સવારે ખાનગી બસ અને ટ્રકની ટક્કર બાદ બન્ને વાહનોમાં આગ લાગી જતાં 3 લોકોના મોત થયા

ખાનગી બસ અને ટ્રકની ટક્કર

ખાનગી બસ અને ટ્રકની ટક્કર
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં આવેલ કોતવાલી દેહાત ક્ષેત્રના ફૂલવરિયા બાયપાસ પર મંગળવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે એક અકસ્માત સર્જાયો હતો. સોનૌલીથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસની ટ્રક સાથે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે, ગણતરીની ક્ષણોમાં જ બસ અને ટ્રક બંનેમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ચીસો અને હાહાકારથી ગુંજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનામાં 3 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને લગભગ 25 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી 5 ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે બહરાઈચ રિફર કરવામાં આવ્યા છે.
તબીબી સહાય પૂરી પાડવાના નિર્દેશ
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવા તેમજ રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘટનાસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ, જેમાં જિલ્લાધિકારી વિપિન કુમાર જૈન અને પોલીસ અધિક્ષક વિકાસ કુમાર પણ પહોંચ્યા હતા. અધિકારીઓએ રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું અને હોસ્પિટલ પહોંચીને ઈજાગરસ્તોની મુલાકાત લીધી તથા તેમને બહેતર તબીબી સહાય પૂરી પાડવાના નિર્દેશો આપ્યા હતા.
આ પણ વાંચો: સુરતના બ્લોગર પ્રિન્સ પટેલનું રોડ અકસ્માતમાં મોત!
ઈલેક્ટ્રિક વાયરોને સ્પર્શતા બસમાં આગ લાગી
મળતી માહિતી મુજબ, ખાનગી બસ સોનૌલીથી શહેર તરફથી આવીને દિલ્હી જવા માટે ગોંડા તરફ આગળ વધી રહી હતી, ત્યારે ફૂલવરિયા ઓવરબ્રિજ તરફથી આવી રહેલો ટ્રક સીધી બસના વચ્ચેના ભાગમાં અથડાઈ. આ ટક્કરથી બસ રોડ પરથી ખસીને બાજુમાં લાગેલા ટ્રાન્સફોર્મર સાથે પણ અથડાઈ, જેના કારણે ઈલેક્ટ્રિક વાયરોને સ્પર્શ થતાં બસમાં આગ લાગી અને તે પછી ટ્રકમાં પણ આગ ફેલાઈ ગઈ હતી.
અકસ્માત અંગે પોલીસમાં તપાસ ચાલી રહી
આ આગને બુઝાવવા અને બચાવ કામગીરી માટે ટ્રકને સીધો કરવો પડ્યો, કારણ કે તે ટક્કર બાદ પલટી ગયો હતો. ટ્રકની નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો, જે ભયંકર રીતે દાઝી ગયો હતો અને તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મૃતદેહ સંભવતઃ ટ્રકના ડ્રાઈવર અથવા તેમાં સવાર અન્ય વ્યક્તિનો હોઈ શકે છે જે પલટી જવાથી દબાઈ ગયો હતો. અકસ્માત અંગે પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ