અમેરિકાએ 104 ભારતીયોને ગેરકાયદેસર રહેતા હોવાનું જણાવીને ડિપોર્ટ કર્યા છે અને આ ભારતીયો આજે તેમના ઘેર પહોંચ્યા છે. દરમિયાન અમેપિકાની યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા જે વીડિયો રીલીઝ કરાયો છે તેમાં ફ્લાઇટમાં બેસાડાતા ભારતીયોને હાથમાં હથકડી પહેરાવેલી જોવા મળી હતી અને પગમાં બેડીઓ પણ બાંધવીમાં આવી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. વીડિયો સાથેના લખાણમાં ભારતીયોને ગેરકાયદેસર એલિયન કહેવાયા છે.
અમેરિકા દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરવાનો મામલો હવે ગરમી પકડી રહ્યો છે. અમેરિકાએ ત્યાં વસતા ભારતીયો સાથે જે પ્રકારનું વર્તન કર્યું છે તે મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારતીયોને પરત મોકલવાનો વીડિયો US બોર્ડર પેટ્રોલ દ્વારા રિલીઝ કરાયો છે અને તેમાં જે દ્રષ્યો જોવા મળ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આ ભારતીયો જાણે કે ખૂંખાર અપરાધીઓ છે અને તેમણે કોઇ મોટો ગુનો કરી નાખ્યો છે. ત્યાં વસી રહેલા ભારતીયોનો માત્ર ગુનો એ હતો કે તેઓ ગેરકાયદેસર ગણાયા હતા પણ તેમને આ પ્રકારે હથકડી બાંધી અને બેડીબાંધી વિમાનમાં બેસાડવામાં આવે અને જ્યારે ભારતમાં વિમાન લેન્ડ થયું ત્યારે જ હાથમાંથી હથકડી અને પગની બેડીઓ છોડવામાં આવે તે કેટલે અંશે યોગ્ય છે તેમ લોકો પુછી રહ્યા છે.
વીડિયોમાં ફ્લાઇટમાં બેસાડાતા ભારતીયો હાથકડીમાં અને પગમાં સાંકળ બાંધેલા જોવા મળી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર US બૉર્ડર પેટ્રોલના ચીફ માઈકલ બેન્કના એકાઉન્ટ પર પોસ્ટ કરાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે વીડિયો સાથેના લખાણમાં ભારતીયોને 'ગેરકાયદેસર એલિયન' કહેવાયા છે. ઉલ્લેખનિય છે કે
ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ફ્લાઇટ ગઈકાલે અમૃતસર પહોંચી હતી જેમાંના 33 ગુજરાતી આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા.