હવે UPI ફ્રોડ પીડિતોને મળશે ₹25 હજાર સુધીનું વળતર
ઓનલાઈન ફ્રોડમાં નાણા ગુમાવનારને મળશે RBIની આંશિક રાહત, સમયસર કરવી પડશે ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ઓનલાઈન ફ્રોડ પીડિતોને મોટી રાહત
દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે સાયબર ઠગાઈના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. UPI, મોબાઇલ બેંકિંગ, નેટ બેંકિંગ અને કાર્ડ આધારિત લેવડદેવડ દરમિયાન અનેક લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને આર્થિક સુરક્ષા આપવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નવી વળતર વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જેના અંતર્ગત પાત્ર ગ્રાહકોને ₹25,000 સુધીનું વળતર મળી શકશે.
શું છે RBIનો નવો નિયમ?
નવી વ્યવસ્થા મુજબ જો કોઈ ગ્રાહક UPI, મોબાઇલ બેંકિંગ, નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ સંબંધિત સાયબર ફ્રોડનો ભોગ બને અને તેનું કુલ નુકસાન ₹50,000 સુધીનું હોય, તો નક્કી કરેલી શરતો હેઠળ તેને મહત્તમ ₹25,000 સુધીનું વળતર મળી શકે છે. આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
1 જાન્યુઆરી 2027થી અમલ
આ નવી વ્યવસ્થા માટે RBIએ માળખું તૈયાર કરી દીધું છે. શરૂઆતમાં તેને જુલાઈ 2026થી અમલમાં મૂકવાની યોજના હતી, પરંતુ બેંકોની ટેક્નિકલ તૈયારીને ધ્યાનમાં રાખીને તેની અમલ તારીખ આગળ ધકેલવામાં આવી છે. હવે આ નિયમ 1 જાન્યુઆરી, 2027થી સમગ્ર દેશમાં અમલમાં આવશે.
કેટલું વળતર મળશે?
નવા નિયમ મુજબ પાત્ર ગ્રાહકને થયેલા કુલ આર્થિક નુકસાનના 85 ટકા સુધીની રકમ અથવા મહત્તમ ₹25,000 સુધીનું વળતર આપવામાં આવશે.
ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહકને ₹20,000નું નુકસાન થાય છે તો તેને નિયમો મુજબ 85 ટકા સુધીની રકમ પરત મળી શકે છે. જ્યારે ₹50,000 અથવા તેથી વધુનું નુકસાન થાય તો પણ વળતરની મર્યાદા ₹25,000 સુધી રહેશે.
પાંચ દિવસમાં ફરિયાદ કરવી ફરજિયાત
વળતર મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ શરત સમયસર ફરિયાદ નોંધાવવાની છે. ફ્રોડની ઘટના બન્યાના પાંચ દિવસની અંદર સંબંધિત બેંક અથવા નાણાકીય સંસ્થામાં ફરિયાદ નોંધાવવી જરૂરી રહેશે. ઉપરાંત સાયબર હેલ્પલાઈન 1930 અને નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવવાથી તપાસ ઝડપી બની શકે છે.
સાયબર ફ્રોડથી બચવા આ સાવચેતી રાખો
સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે.
ડિજિટલ સુરક્ષા તરફ મહત્વપૂર્ણ પગલું
RBIની આ પહેલનો મુખ્ય હેતુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારવાનો છે. ઓનલાઈન ફ્રોડના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને આર્થિક સુરક્ષા આપવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જોકે વળતર મેળવવા માટે RBI અને બેંક દ્વારા નક્કી કરાયેલા તમામ નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?