સરકારે નાગરિકો પાસેથી મંગાવ્યા સૂચનો
કેન્દ્રીય બજેટ 2026-27 માટે સરકારે નાગરિકો પાસેથી મંગાવ્યા સૂચનો: MyGov પોર્ટલ દ્વારા આપો

કેન્દ્ર સરકાર સામાન્ય બજેટની કરી રહી છે તૈયારી

કેન્દ્ર સરકાર સામાન્ય બજેટની કરી રહી છે તૈયારી
કેન્દ્ર સરકાર આગામી કેન્દ્રીય બજેટ 2026-27ની તૈયારીઓમાં પૂર્ણ વ્યસ્ત છે. બજેટને વધુ સર્વસમાવેશક અને લોકલક્ષી બનાવવા માટે સરકારે દેશભરના નાગરિકો પાસેથી મૂલ્યવાન સૂચનો અને સલાહ મંગાવી છે. MyGovIndia પોર્ટલ દ્વારા સામાન્ય જનતા હવે સીધી રીતે પોતાના વિચારો સરકાર સુધી પહોંચાડી શકે છે અને રાષ્ટ્રીય વિકાસમાં સહભાગી બની શકે છે.
MyGovએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને નાગરિકોને અપીલ કરી છે: "જનતાના મંતવ્યોથી બજેટનું નિર્માણ. કેન્દ્રીય બજેટ 2026-27 માટે તમારી ટિપ્પણીઓ શેર કરો અને રાષ્ટ્રીય વિકાસમાં સહભાગી બનો."

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ બજેટ તૈયારીઓના ભાગરૂપે વિવિધ હિતધારકો સાથે પૂર્વ-બજેટ પરામર્શ (Pre-Budget Consultations)ની શ્રેણીબદ્ધ બેઠકો પૂર્ણ કરી છે. આ બેઠકોમાં:
જો તમારી પાસે આર્થિક વિકાસ, ટેક્સ, યોજનાઓ કે અન્ય મુદ્દાઓ પર નવીન વિચારો હોય, તો MyGovIndiaની સત્તાવાર વેબસાઈટ અથવા એપ પર જઈને તમારા સૂચનો સબમિટ કરો. આ તકનો લાભ લઈને દેશના વિકાસમાં તમારો ફાળો આપો!
સરકારનું માનવું છે કે નાગરિકોના સૂચનો બજેટને વધુ વાસ્તવિક અને લોકઉપયોગી બનાવશે. બજેટ સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં રજૂ થાય છે, તેથી સમયમર્યાદામાં સૂચનો મોકલવા વિનંતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ