ઉદ્ધવ અને રાજ ઠાકરે 20 વર્ષ બાદ ફરી એકસાથે
મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાં ગઠબંધનની જાહેરાત; ઠાકરે પરિવારે સંયુક્ત શક્તિ પ્રદર્શન કર્

BMC ચૂંટણી માટે ઉદ્ધવ અને રાજ એકસાથે

BMC ચૂંટણી માટે ઉદ્ધવ અને રાજ એકસાથે
પરિવાર અને પક્ષનું મિલન: મહારાષ્ટ્રના રાજકારણમાં ૨૦ વર્ષ બાદ એવું દ્રશ્ય જોવા મળ્યું છે જેની મરાઠી જનતા લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. શિવસેના (UBT) અને મનસે (MNS) હવે સાથે મળીને ચૂંટણી લડશે. આ જાહેરાત પહેલા બંને ભાઈઓની હાજરીમાં પરિવારજનોએ તેમની આરતી ઉતારી આશીર્વાદ આપ્યા હતા. મુંબઈમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ખભેખભા મિલાવીને વિરોધીઓને પડકાર ફેંક્યો હતો.
બેઠકોની વહેંચણી અને રણનીતિ: સૂત્રોના જણાવ્યા અનુસાર, BMCની કુલ ૨૨૭ બેઠકો પર સમજૂતી થઈ ગઈ છે:
શિવસેના (ઉદ્ધવ જૂથ): ૧૪૫ થી ૧૫૦ બેઠકો પર ચૂંટણી લડશે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે): ૬૫ થી ૭૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
ગઠબંધન પાછળનું મુખ્ય કારણ: તાજેતરમાં મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, શિંદે જૂથ અને અજિત પવારની 'મહાયુતિ' સામે ઉદ્ધવ અને શરદ પવારના ગઠબંધનને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ૨૨૮ નગર પરિષદોમાં મહાયુતિએ ૨૦૭ બેઠકો જીતીને દબદબો બનાવ્યો હતો. આ પડકારને પહોંચી વળવા અને મરાઠી મતોનું વિભાજન રોકવા ઠાકરે બંધુઓએ એક થવાનો નિર્ણય લીધો છે.
પ્રેસ કોન્ફરન્સના મહત્વના અંશ:
ઉદ્ધવ ઠાકરે: "અમે દિલ્હીમાં બેઠેલા શાસકોને રોકવા માટે એક થયા છીએ. મહારાષ્ટ્રનું નેતૃત્વ માત્ર ઠાકરે જ કરી શકે. અમારા દાદા અને પિતાએ મરાઠી માણસના અધિકારો માટે બલિદાન આપ્યા છે, જેને અમે એળે જવા નહીં દઈએ."
રાજ ઠાકરે: "મુંબઈ અમારા વ્યક્તિગત ઝઘડાઓ કરતા ઘણી મોટી છે. બેઠકોની સંખ્યા મહત્વની નથી, મહત્વનું એ છે કે મુંબઈનો આગામી મેયર 'મરાઠી' હશે અને તે અમારો જ હશે."
નવી પેઢીની હાજરી: આ ગઠબંધનમાં માત્ર બે ભાઈઓ જ નહીં, પણ ઠાકરે પરિવારની ત્રીજી પેઢી પણ સાથે જોવા મળી હતી. મંચ પર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે પણ હાજર રહ્યા હતા, જે ભવિષ્યના રાજકારણનો સ્પષ્ટ સંકેત આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ