સુપ્રીમ કોર્ટના આદેશે ઓડિશામાં તમાકુ પ્રતિબંધ
ઓડિશામાં ગુટખા, પાનમસાલા, ઝરદા, ખૈની સહિત તમામ ઉત્પાદનો પર SCના આદેશથી પ્રતિબંધ

ઓડિશામાં તમાકુ પ્રતિબંધ

ઓડિશામાં તમાકુ પ્રતિબંધ
ઓડિશા સરકારે રાજ્યમાં ગુટખા, પાનમસાલા તેમજ તમામ તમાકુ અને નિકોટિનયુક્ત ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ની માર્ગદર્શિકાને અનુસરીને લેવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળના નિયમ 2.3.4 મુજબ હવે ઓડિશામાં તમાકુ કે નિકોટિન ધરાવતા કોઈપણ ખાદ્ય પદાર્થનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વેપાર અને વેચાણ ગેરકાયદેસર ગણાશે. આ પ્રતિબંધ ગુટખા, પાનમસાલા, ઝરદા, ખૈની સહિત તમામ ચેવાય તેવા કે ધુમ્રપાન માટેના ઉત્પાદનો પર લાગુ પડશે, ભલે તે પેકેટમાં હોય કે ખુલ્લા સ્વરૂપમાં.
આ બાબતે આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમાકુ અને નિકોટિનવાળા ઉત્પાદનો મોઢા અને ગળાના કેન્સર સહિત ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ છે. ખાસ કરીને બાળકો અને યુવાનો પર તેની લાંબા ગાળાની ગંભીર અસર થતી હોવાનું આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે.
રાજ્ય સરકારે આ નવા આદેશ સાથે વર્ષ 2013નો જૂનો નોટિફિકેશન રદ કર્યો છે. સરકાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે લોકો નિયમોનું પાલન કરે અને સ્વસ્થ તથા તમાકુ-મુક્ત ઓડિશાના નિર્માણમાં સહભાગી બને.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ