એર ઈન્ડિયા પ્લેન ક્રેશ બાદ તંત્ર સફાળું જાગ્યું, જુઓ સિવિલ એવિએશનના નવા નિયમો
પ્લેન ક્રેશ બાદ સિવિલ એવિએશન દ્વારા નવા નિયમો કરાયા જાહેર, એરપોર્ટ નજીક વિસ્તારમાં મર્યાદિત ઊંચાઈની રચનાઓ જ માન્ય રાખશે

પ્લેન ક્રેશ બાદ નવા નિયમો જાહેર

પ્લેન ક્રેશ બાદ નવા નિયમો જાહેર
12 જૂને અમદાવાદમાં થયેલ એર ઈન્ડિયા પ્લેન ક્રેશે સમગ્ર વિશ્વને હમચાવીને મૂકી દીધું હતું. લંડન જતી એર ઈન્ડિયા બોઈંગ 787-8 ડ્રીમલાઇનર મેઘાણીનગરમાં આવેલ BJ મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું. ક્રેશમાં 241 લોકોનો ભોગ લેવાયો હતો. આ ભયંકર ઘટના પછી સિવિલ એવિએશને નવા અને વધુ સલામતીસભર નિયમો બહાર પાડ્યા છે.
નવા નિયમ અંગે જાણકારી:
18 જૂને એરક્રાફ્ટ રુલ 2025 નિયમ જાહેર કરવામાં આવ્યો જે સત્તાવાર ગેઝેટમાં સામેલ થયા બાદ પ્રકાશિત કરાશે. આ નિયમ અધિકારીઓને નિયુક્ત એરોડ્રોમ ઝોનમાં મર્યાદાથી વધુ ઊંચાઈની ઇમારતો અને વૃક્ષો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની સત્તા આપવાનો છે. ફ્લાઇટ પાથમાં આવતા આવરોધોના કારણે સંભવિત અકસ્માતો રોકવા આ નિયમને સક્રિય પગલાં તરીકે જોવામાં આવશે.
નવા નિયમ પ્રમાણે નિર્ધારિત મર્યાદા ઊંચાઈનું ઉલ્લંઘન કરતી કોઈ પણ રચનાને એરોડ્રોમ ઇન્ચાર્જ અધિકારી દ્વારા નોટિસ પાઠવવામા આવી શકે છે. માલિકોએ 60 દિવસની અંદર માળખાના પરિમાણો અને સ્થળ યોજનાઓ સહિત વિગતવાર માહિતી સબમિટ કરવી આવશ્યક છે. તેનું પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામે તોડી પાડવા અથવા ઊંચાઈ ઘટાડવા સહિતની કાર્યવાહી થઈ શકે છે.
ભૌતિક ચકાસણી માટે માલીકને જાણ કર્યા પછી અધિકારીને દિવસે પરિસરમાં પ્રવેશ મેળવવાની સત્તા મળે છે. અહી માલિકને અધિકારી સમક્ષ અપીલ કરવાનો અધિકાર રહેશે. અપીલમાં નિયત ફોર્મમાં સહાયક દસ્તાવેજો સાથે રૂ. 1000 ફી પેટે ચુકવવાના રહેશે.
સિવિલ એવિએશન દ્વારા જાહેરનામાના પ્રકાશનના વીસ દિવસની અંદર જાનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. જનતા તેમના પ્રતિભાવો સિવિલ એવિએશનના ડિરેક્ટરને મોકલી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.