દેશભરમાં માર્ગ અકસ્માતોનો વધતો આતંક ચિંતાજનક
એક પછી એક અકસ્માત: ડ્રાઈવરની બેદરકારીના કારણે રોડ સેફ્ટી પર સવાલ, નાગરિકોના જીવ જોખમમાં..

માર્ગ અકસ્માતોનો વધતો આતંક

માર્ગ અકસ્માતોનો વધતો આતંક
છેલ્લા થોડા સમયથી ભારતભરમાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓએ ગંભીર ચિંતા જગાવી છે. દેશભરમાં એક પછી એક બનેલા બનાવો દર્શાવે છે કે રસ્તાઓ પરની બેદરકારી હવે પરિવારોના સુખને ક્ષણોમાં છીનવી લેતી એક ગંભીર સામાજિક સમસ્યા બની ગઈ છે.
આજ, 5 ડીસેમ્બરના દિવસે ગુજરાતમાં રાજકોટ શહેરમાં બે અલગ-અલગ હિટ એન્ડ રનના બનાવો સામે આવ્યા. રેસકોર્સ રિંગ રોડ પર કારચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો અને અકસ્માત બાદ ફરાર થઈ ગયો. જ્યારે અન્ય એક ઘટનામાં, અયોધ્યા ચોક વિસ્તારમાં એક સાઇકલ ચાલતા વૃદ્ધને કારચાલકે ટક્કર મારીને નાસી ગયો હતો. બંને ઘટનાઓના CCTV ફૂટેજ પોલીસે કબજે કર્યા છે, જે રસ્તા પર વાહન ચલાવતી વેળાએ જવાબદારીના ગંભીર અભાવને દર્શાવે છે.
મોડી રાત્રે આજે વડોદરાના ગોરવા વિસ્તારમાં પણ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારના આક્ષેપ મુજબ, ટેમ્પો માલિકે યુવકને ડ્રાઇવિંગ ન આવડતું હોવા છતાં ચાવી આપી હતી અને તેને તેમની દીકરી પૂજા, રિયા અને સાવન મકવાણા સહિતના પરિવારજનોને કચડી નાખ્યા હતા. જોકે ગોરવા પોલીસે ટેમ્પો ચાલક અને અન્ય યુવાનની અટકાયત કરી છે અને ઇજાગ્રસ્તોને ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
ઉત્તરાખંડમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત
આજે ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો. લગ્ન સમારોહથી પરત ફરી રહેલી જાનૈયાઓ ભરેલી બોલેરો ગાડી લોહઘાટ નજીક ઊંડી ખાઈમાં ખાબકી ગઈ. આ કરુણ અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પહાડી રસ્તાઓ પર બેફામ ડ્રાઇવિંગ અને માર્ગસુરક્ષાના અભાવને કારણે આવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે.
યુપીમાં DJ વિવાદથી મામલો વણસ્યો
ઉત્તર પ્રદેશના કાસગંજમાં તો મામૂલી વિવાદના કારણે ગુસ્સામાં માર્ગ અકસ્માત સર્જી હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો. DJ ડાન્સ દરમિયાન થયેલા નાના વિવાદ બાદ એક વ્યક્તિએ કાર ચડાવીને દૂલ્હાના સગાંઓ – તાઉ, ચાચા અને મૌસા – સહિત ત્રણ લોકોને કચડી નાખ્યા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. લગ્નની ખુશીઓ માત્ર ક્ષણોમાં શોકમાં ફેરવાઈ જતાં માનવીય સહનશીલતાના અભાવની ગંભીરતા સ્પષ્ટ થાય છે.
બિહારમાં સ્કૂલ બસ અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત
બિહારના મુઝફ્ફરપુર સ્થિત મધોલ બાયપાસ પર એક સ્કૂલ બસ અને સ્કોર્પિયો વચ્ચે થયેલા અકસ્માતમાં શ્રાદ્ધ કર્મ માટે પહેલાજા ઘાટ જઈ રહેલા પાંચ બાળકો સહિત કુલ ૧૨ લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બાયપાસ પર ખોટી રીતે ઊભી રાખવામાં આવેલી એક ખાનગી સ્કૂલ બસ હતી, જેમાં સ્કોર્પિયો પાછળથી ટકરાઈ હતી. આ અકસ્માત બાદ સ્થાનિકોએ બાયપાસ પર ગેરકાયદેસર પાર્કિંગ સામે વહીવટી કાર્યવાહીની માંગ કરી છે.
ઝડપી વાહનચાલન, નશામાં ડ્રાઇવિંગ, ટ્રાફિક નિયમોની અવગણના અને તણાવ હેઠળ વાહન ચલાવવું એ માર્ગ અકસ્માતોના મુખ્ય કારણો બની રહ્યા છે. આ ઘટનાઓ એક ગંભીર સંકેત આપે છે કે માત્ર કાયદા બનાવવા પૂરતા નથી, પરંતુ કડક અમલવારી અને લોકોમાં માર્ગસુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવી અનિવાર્ય છે. જ્યાં સુધી લોકો રસ્તા પરની પોતાની જવાબદારી નહીં સમજે, ત્યાં સુધી આવા અકસ્માતો વ્યક્તિગત આંકડા નહીં, પરંતુ રોજ કોઈના ઘરમાં માતમ બનીને પ્રવેશ કરતા રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ