મહારાષ્ટ્રના પાલઘરમાં ફ્લાયઓવર પરથી ટેન્કર પડ્યું
રસ્તા પર કેરોસીન ઢોળાયું અને આગ લાગી; મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 2 કલાક સુધી જામ રહ્યો

ફ્લાયઓવર પરથી ટેન્કર પડ્યું

ફ્લાયઓવર પરથી ટેન્કર પડ્યું
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કેરોસીન ભરેલું એક ટેન્કર ફ્લાયઓવર પરથી પડી ગયું. જેના કારણે ટ્રકમાં આગ લાગી હતી. રવિવારે સાંજે લગભગ 5 વાગ્યે પાલઘરના મનોર વિસ્તારમાં મસાણ નાકા પાસે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત પછી, રસ્તા પર અંધાધૂંધી મચી ગઈ, અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બેકાબુ ટેન્કર ફ્લાયઓવરની બાજુમાં અથડાયું હતું અને વીસ ફૂટની ઊંચાઈથી સીધું પુલ નીચે સર્વિસ રોડ પર પડ્યું હતું અને ટેન્કરમાં તરત જ આગ લાગી ગઈ હતી.
ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી. જે બાદ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. અકસ્માતને કારણે હાઇવે 2 કલાક સુધી બંધ રહ્યો હતો. આ પછી હાઇવે ફરીથી ખોલવામાં આવ્યો.
અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતની હાલમાં તપાસ ચાલી રહી છે. ટેન્કર ચાલકે કાબુ કેવી રીતે ગુમાવ્યો અને આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ