સુપ્રીમ કોર્ટની યુ-ટ્યુબ ચેનલ થઈ હેક
યુએસ સ્થિત કંપનીના વીડિયો SCની યુટ્યુબ ચેનલ પર ચલાવવામાં આવ્યા

file photo

file photo
સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાની યુટ્યુબ ચેનલને અસ્થાયી રૂપે બંધ કરી છે. કારણ કે, તેને હેક કરવામાં આવી હતી અને યુએસ કંપની દ્વારા વિકસિત ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતા વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ, ચેનલનું નામ બદલીને “રિપલ” કરવામાં આવ્યું હતું અને “બ્રેડ ગાર્લિંગહાઉસ: રિપલે SECની 2 બિલિયન ડોલર કિંમતની ભવિષ્યવાણી” શીર્ષકવાળો ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. વધુમાં, હેકર્સે અન્ય સુનાવણીઓને પણ ચેનલ પર લાઇવ-સ્ટ્રીમ કરી હતી.
તેના ઈ-પહેલના પગલાં પૈકી, સુપ્રીમ કોર્ટે યુટ્યુબ પર બંધારણીય બેંચની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું અને રાષ્ટ્રીય મહત્વની આવી સુનાવણીના લાઈવ ટ્રાન્સક્રિપ્શન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. તાજેતરમાં, NEET-UG મામલે અને આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુઓ મોટુ કેસમાં ન્યાયિક સુનાવણીએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?