'બધા જજ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરશે', સુપ્રીમ કોર્ટે આટલો મોટો નિર્ણય કેમ લીધો?
ન્યાયતંત્રમાં પારદર્શિતા અને જનવિશ્વાસ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો...

પારદર્શિતા દિશા માં સૌથી મોટું પગલું...

પારદર્શિતા દિશા માં સૌથી મોટું પગલું...
સુપ્રીમ કોર્ટના તમામ 33 ન્યાયાધીશો તેમની સંપત્તિની વિગતો જાહેર કરશે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત ચર્ચાઓ વચ્ચે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય 1 એપ્રિલના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતામાં મળેલી તમામ ન્યાયાધીશોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
મિલકત ક્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવશે તે નક્કી કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે આ માહિતી ટૂંક સમયમાં જનતા માટે ઉપલબ્ધ થશે. ન્યાયાધીશો દ્વારા સંપત્તિ જાહેર કરવાની જોગવાઈ હજુ પણ છે, પરંતુ તેને ફરજિયાત બનાવવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 એપ્રિલની બેઠકમાં નક્કી કરાયેલા પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટના ભાવિ ન્યાયાધીશોને પણ લાગુ પડશે.
આ પહેલા, 26 ઓગસ્ટ, 2009 ના રોજ, સુપ્રીમ કોર્ટના તત્કાલીન ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી હતી. અત્યારે પણ ન્યાયાધીશો મુખ્ય ન્યાયાધીશને આ વિશે જાણ કરે છે, પરંતુ તે જાહેર કરવામાં આવતું નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ