મહારાષ્ટ્રના ભિવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો
પોલીસ અનેક લોકો સામે ગુનો નોંધી, ધરપકડ કરી

Stone pelting during Ganesh Visharan in Bhiwandi, Maharashtra

Stone pelting during Ganesh Visharan in Bhiwandi, Maharashtra
થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા છે. ગણપતિ વિસર્જન દરમિયાન આ વિસ્તારની હિન્દુસ્તાની મસ્જિદ પાસે રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મૂર્તિ તૂટી ગઈ હતી. આ પછી લોકોએ સ્થળ પર હંગામો શરૂ કર્યો. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી અનેક લોકોની ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટોળાએ એક યુવકને પકડીને માર માર્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો. તુટેલી પ્રતિમા અંગે લોકો માંગ કરી રહ્યા હતા કે જ્યાં સુધી પોલીસ તમામ પથ્થરબાજોને નહીં પકડે ત્યાં સુધી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે નહીં. ઘટનાની જાણ થતાં જ મંડળના કેટલાક વધુ લોકો ત્યાં પહોંચી ગયા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. સ્થિતિ વણસતી જોઈ DCP અને ACP ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ મામલાને લઈને થાણેના એડિશનલ કમિશનર એ કહ્યું કે, મોહલ્લા કમિટી અને પોલીસ ભિવંડી શહેરના વંજારપટ્ટી નાકા પર સ્થિત હિન્દુસ્તાની મસ્જિદની બહાર મંડપ બનાવીને ગણેશ મંડળનું સ્વાગત કરતી હતી. અહીં વર્ષોથી પરંપરાગત રીતે દર વર્ષે આવું થતું આવ્યું છે. તે શાંતિપૂર્ણ રીતે શરૂ થયું. રાત્રે લગભગ 12 વાગે ભક્તો મૂર્તિ વિસર્જન માટે ઘુઘાટ નગરથી કમવારી નદીમાં લઈ જઈ રહ્યા હતા. ગણેશ મૂર્તિ વણજરપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારો થયો હતો, જેના કારણે મૂર્તિ તૂટી ગઈ હતી. આ પછી બંને સમુદાયના યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી.
તેમણે વધુમાં કહ્યું કે, ત્યાં હાજર પોલીસ અધિકારીએ વિસર્જન માટે એકત્ર થયેલી ભીડને વિખેરી નાખી. હાલ સ્થિતિ કાબુમાં છે. આવી પ્રવૃતિમાં સંડોવાયેલા તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભિવંડીના લોકોને અહીં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાની અપીલ છે. કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. જો કોઈને કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. આ બાબતે કોઈએ ખોટો સંદેશો ન ફેલાવવો જોઈએ. સ્થળ પર કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે.
--IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?