₹60 કરોડના કૌભાંડ કેસમાં શિલ્પાએ આપ્યું આ નિવેદન!
સોશિયલ મીડિયા પર ટ્ર્રોલિંગ બાદ શિલ્પાની સ્પષ્ટતા: "મીડિયા સત્યની ચકાસણી કરે"

₹60 કરોડના કૌભાંડ કેસમાં શિલ્પાએ આપ્યું આ નિવેદન

₹60 કરોડના કૌભાંડ કેસમાં શિલ્પાએ આપ્યું આ નિવેદન
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ₹60 કરોડના કથિત છેતરપિંડીના કેસમાં પોતાનું નામ ઉછળવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગુરુવારે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં શિલ્પાએ જણાવ્યું હતું કે, આ કેસ સાથે તેને જોડવાનો પ્રયાસ "પાયાવિહોણો" છે અને તેના કારણે એક મહિલા તરીકે તેની પ્રતિષ્ઠા અને ગરિમાને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
સમગ્ર વિવાદ
આ વિવાદ 'બેસ્ટ ડીલ ટીવી' કંપની સાથે જોડાયેલો છે. વેપારી દીપક કોઠારીએ આક્ષેપ કર્યો હતો કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ બિઝનેસ વધારવાના બહાને રોકાણ મેળવ્યું હતું, પરંતુ તે નાણાંનો અંગત ઉપયોગ કર્યો હતો. કોઠારીના મતે વર્ષ 2015થી 2023 દરમિયાન આ વ્યવહારો થયા હતા.
જોકે, શિલ્પાએ સ્પષ્ટ કર્યું છે કે તે આ કંપનીમાં માત્ર 'નોન-એક્ઝિક્યુટિવ' ક્ષમતામાં હતી અને નાણાકીય નિર્ણયો કે રોજિંદા કામકાજમાં તેની કોઈ ભૂમિકા નહોતી.
"અમારે ₹20 કરોડ લેવાના બાકી છે" શિલ્પાએ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, છેતરપિંડી તો દૂરની વાત છે, ઉલટું તેના પરિવારે જ આ કંપનીને ₹20 કરોડની લોન આપી હતી જે હજુ સુધી પરત મળી નથી. તેણીએ ઉમેર્યું કે, "મેં માત્ર એક પ્રોફેશનલ તરીકે કેટલીક પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરી હતી, જેના પેમેન્ટ પણ મને હજુ સુધી મળ્યા નથી. 9 વર્ષના લાંબા વિલંબ બાદ મને ગુનાહિત રીતે સંડોવવાનો આ પ્રયાસ કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી."
ન્યાયતંત્ર પર ભરોસો આ મામલે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ બોમ્બે હાઈકોર્ટમાં એફઆઈઆર રદ (Quashing Petition) કરવાની અરજી કરી છે. શિલ્પાએ મીડિયાને પણ વિનંતી કરી છે કે સત્યની ચકાસણી કર્યા વગર અહેવાલો પ્રસિદ્ધ ન કરવા જોઈએ.
રાજ કુન્દ્રાએ પણ સોશિયલ મીડિયા પર આ આક્ષેપોને મનઘડત ગણાવ્યા છે. હાલ આ મામલો કોર્ટના આધીન છે ત્યારે જોવાનું એ રહે છે કે હાઈકોર્ટ આ દિશામાં શું ચુકાદો આપે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ