દેશના 9 રાજ્યોમાં ભીષણ ઠંડી અને વરસાદનું એલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દિલ્હી-NCR સહિત મેદાની વિસ્તારોમાં વરસાદ આગાહી

હવામાન વિભાગ વરસાદ ઠંડી એલર્ટ

હવામાન વિભાગ વરસાદ ઠંડી એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના નવ રાજ્યો માટે ઠંડીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેદાની વિસ્તારોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષાની સ્થિતિ સર્જાઈ છે.
5 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને પવનની આગાહી :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 1 ફેબ્રુઆરીએ દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પહાડી વિસ્તારોમાં બરફની ચાદર અને હિમસ્ખલનનો ભય :
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. કુલ્લુ, ચંબા અને લાહૌલ-સ્પિતિ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ભારે બરફવર્ષાને કારણે રસ્તાઓ બંધ થવાની અને વીજ પુરવઠો ખોરવાની શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તરાખંડના ચાર પહાડી જિલ્લાઓમાં હિમસ્ખલનની ચેતવણી પણ આપવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે.
ધુમ્મસનું સામ્રાજ્ય અને તાપમાનનો પારો :
પંજાબ, હરિયાણા અને બિહાર સહિતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. જોકે, મધ્ય ભારતમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં થોડો વધારો થતા લોકોને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. દિલ્હીમાં 1 ફેબ્રુઆરીએ વરસાદ પડ્યા બાદ તાપમાનમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળી શકે છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.