આરોપી ઉમરના ઘરને બ્લાસ્ટથી ઉડાવ્યું
દિલ્હીમાં થયેલા બોમ્બ ધમાકાના આરોપી ડૉ. ઉમર નબી વિરુદ્ધ સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી

આરોપી ઉમરનું ઘર

આરોપી ઉમરનું ઘર
રાજધાની દિલ્હીમાં થયેલા બોમ્બ ધમાકાના મામલામાં સુરક્ષા દળોએ અત્યંત મોટી અને આકરી કાર્યવાહી કરી છે. આ ધમાકાના મુખ્ય આરોપી ડૉ. ઉમર નબીના કાશ્મીરના પુલવામામાં સ્થિત ઘરને સુરક્ષા દળોએ ગુરુવારે મોડી રાત્રે IED બ્લાસ્ટની મદદથી ધ્વસ્ત કરી દીધું છે. ડૉ. ઉમર નબી પર લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક હ્યુન્ડાઈ i20 કારમાં લગભગ 80 કિલો વિસ્ફોટક ભરીને ધમાકો કરવાનો આરોપ છે. ગુરુવારે DNA મેચિંગ બાદ આ વાતની પુષ્ટિ થઈ હતી, જેના તુરંત બાદ આતંકવાદ સામેની કાર્યવાહીના ભાગરૂપે સુરક્ષા દળોએ તેના ઘરને બ્લાસ્ટ કરીને ઉડાવી દીધું હતું.
'વ્હાઈટ કોલર ટેરર ગ્રુપ'
આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને બ્લાસ્ટની પ્રક્રિયાને સંપૂર્ણ નિયંત્રણમાં રાખીને પાર પાડવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે, ડૉ. ઉમર નબી પણ 'વ્હાઈટ કોલર ટેરર ગ્રુપ'નો સભ્ય હતો, જેના કેટલાક સભ્યોને આ હુમલાના એક દિવસ પહેલા હરિયાણાના ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઉમર તેના સાથીઓની ધરપકડથી ગભરાઈ ગયો હતો અને ગભરામણમાં તેણે દિલ્હીમાં ધમાકો કરી દીધો હતો, જ્યારે આ જૂથ લાંબા સમયથી દેશભરમાં ધમાકા કરવાના મોટા કાવતરાં રચી રહ્યું હતું.
દેશમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવાની યોજના
આ સંગઠનના પકડાયેલા 8 સાથીઓએ તપાસ એજન્સીઓ સમક્ષ કબૂલાત કરી છે કે, તેઓ બાબરી મસ્જિદ તોડી પાડવાનો બદલો લેવા માટે દેશભરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ ગ્રુપની યોજનાનો સમયસર પર્દાફાશ કર્યો અને 6 નવેમ્બરના રોજ તેના મુખ્ય સભ્યોમાંથી એક ડૉ. આદિલ અહેમદ રાઠેરને ઉત્તર પ્રદેશના સહારનપુરથી પકડી પાડ્યો હતો. આદિલના પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હોવાની માહિતી સુરક્ષા દળોને મળી હતી, અને તેની પાસેથી AK-47, ગ્રેનેડ અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.
આ પણ વાંચો: દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ: ડૉ. ઉમરનો DNA મેચ
પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી
આદિલની પૂછપરછના આધારે, 9 નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી આ મોડ્યુલનું સંચાલન કરનાર ડૉ. મુઝમ્મિલ શકીલને પણ ઝડપી પાડ્યો. શકીલ જ્યાં ભાડાના મકાનમાં રહેતો હતો, ત્યાંથી પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી, AK-47 જેવી એસોલ્ટ રાઈફલો, પિસ્તોલ અને દારૂગોળો જપ્ત કર્યો હતો. આ દિવસે શકીલની સાથે નેટવર્કની એક મહત્વની સભ્ય ડૉ. શાહીન સઈદને પણ ધરપકડ કરીને શ્રીનગર લાવવામાં આવી હતી, જે અલ-ફલાહ યુનિવર્સિટીમાં શકીલ સાથે કામ કરતી હતી.
દિલ્હી ધમાકાને અંજામ આપ્યો
પોતાના સાથીઓની ધરપકડથી દિલ્હી બોમ્બર ઉમર ગભરાઈ ગયો અને ફરીદાબાદથી ભાગી ગયો. તે ત્યાંથી દિલ્હી આવ્યો અને બીજા દિવસે ધમાકો કર્યો. આ ઘટનામાં અત્યારસુધીમાં 13 લોકોના મોત થયા છે અને 20 લોકો હજુ પણ ઈજાગ્રસ્ત થયા છે. CCTV ફૂટેજમાં તેને બ્લાસ્ટવાળી કાર ચલાવતા જોવામાં આવ્યો હતો, જેના આધારે તપાસ ટીમોની શોધખોળમાં ખુલાસો થયો કે, ઉમર પણ આતંકી ડૉક્ટરોના વ્હાઇટ કોલર મોડ્યુલનો સાથી હતો અને તેણે જ દિલ્હી ધમાકાને અંજામ આપ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ