વિદ્યાર્થિનીએ સ્કૂલની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી
મહારાષ્ટ્રમાં 13 વર્ષીય વિદ્યાર્થિનીએ સ્કૂલની ત્રીજા માળેથી કૂદીને આપઘાત કર્યો

આરોહી જાલનાના મસ્તગઢ ગામની રહેવાસી હતી.

આરોહી જાલનાના મસ્તગઢ ગામની રહેવાસી હતી.
મહારાષ્ટ્રના જાલના શહેરમાં શુક્રવારે સવારે એક 13 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાની સ્કૂલની ઇમારતના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ દુખદ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને કથિત ત્રાસના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
મૃતક વિદ્યાર્થિનીનું નામ આરોહી દીપક બિડલાન છે. તે સીટીએમકે ગુજરાતી શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. સવારે 7:30થી 8:00 વાગ્યાની વચ્ચેના સમયમાં આ ઘટના બની હતી. આરોહી રોજની જેમ સ્કૂલે આવી હતી, પરંતુ થોડી જ મિનિટોમાં તેણે ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી.
સ્કૂલ તંત્રએ તુરંત આરોહીના પિતા દીપક બિડલાનને ફોન કરીને જાણ કરી કે તેમની દીકરીએ કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરિવાર તાત્કાલિક સ્કૂલે પહોંચ્યો અને આરોહીને લોહીમાં લથબથ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેને પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ, પરંતુ સારવાર દરમિયાન તેને જાલના સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
પિતાનો ગંભીર આરોપઆરોહીના પિતા દીપક બિડલાને આઘાત લાગ્યો છે અને તેમણે સ્કૂલના શિક્ષકો પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની દીકરીને શિક્ષકો દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. “એ મારી ખુશખુશાલ અને હોંશિયાર દીકરી હતી. અમને ક્યારેય ખ્યાલ નહોતો કે એ આટલી તકલીફમાં છે. શાળાએ એનું રક્ષણ કરવું જોઈતું હતું,” એમ દીપક બિડલાને હોસ્પિટલ બહાર પત્રકારોને જણાવ્યું હતું. તેમણે આ મામલે સખત તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આ ઘટના છેલ્લા 22 દિવસમાં દેશમાં બાળકો-વિદ્યાર્થીઓના આપઘાતની ચોથી મોટી ઘટના છે. રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી પણ તાજેતરમાં આવા કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય પર ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ