ગોવામાં ડબલ મર્ડર કેસમાં રશિયન યુવકની ધરપકડ
ગોવામાં પૈસાનો ઝઘડો કારણભૂત બનતા બે રશિયન યુવતીઓના ગળા કાપી નાખ્યા, પોલીસે આરોપીને દબોચ્યો

ગોવામાં ડબલ મર્ડર

ગોવામાં ડબલ મર્ડર
ગોવાના શાંત દરિયાકિનારાઓ પર ચકચારી ઘટના ઘટી છે. ઉત્તર ગોવાના પરણેમ તાલુકામાં 37 વર્ષીય રશિયન નાગરિક અલેકસી લિયોનોવે બે રશિયન મહિલાઓની ગળું કાપીને ઘાતકી હત્યા કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
14 અને 15 જાન્યુઆરી દરમિયાન મોરજીમ અને અરામબોલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, આરોપી અલેકસીએ સૌપ્રથમ 14 જાન્યુઆરીની રાત્રે મોરજીમમાં 37 વર્ષીય એલેના વાનીવા સાથે ઝઘડો કર્યા બાદ તેની હત્યા કરી હતી.
આટલેથી ન અટકતા, બીજા દિવસે સાંજે તેણે પોતાની લાઈવ-ઈન પાર્ટનર એલેના કાસ્તાનોવાના અરામબોલ સ્થિત ભાડાના રૂમ પર જઈને તેને બાંધી દીધી હતી. જ્યારે મહિલાએ બચવા માટે સંઘર્ષ કર્યો, ત્યારે આરોપીએ તીક્ષ્ણ છરી વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. મકાન માલિકે બૂમાબૂમ સાંભળતા પોલીસને જાણ કરી હતી, જેના આધારે માંદરેમ પોલીસે 16 જાન્યુઆરીની વહેલી સવારે આરોપીને દબોચી લીધો હતો.
ક્રાઈમ સીન પર જોવા મળેલી સ્થિતિ અત્યંત ભયાનક હતી. અરામબોલના રૂમમાં ફર્નિચર વેરવિખેર હતું અને લોહીના ડાઘા આરોપીની ક્રૂરતાની ગવાહી આપતા હતા. આરોપી અલેકસી ભારતમાં બિઝનેસ વિઝા પર આવ્યો હતો અને ફાયર ડિસ્પ્લે પર્ફોર્મર તરીકે કામ કરતો હતો. મૃતક બંને મહિલાઓ તેની પરિચિત હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પૈસાની લેવડદેવડ અને વ્યક્તિગત અણબનાવ આ હત્યા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.આ ઘટનાથી મોરજીમ અને અરામબોલ જેવા પ્રવાસીઓથી ધમધમતા વિસ્તારોમાં ભયનો માહોલ છે.
રશિયન પ્રવાસીઓની મોટી સંખ્યા ધરાવતા આ વિસ્તારમાં વિદેશી નાગરિકોની સુરક્ષાને લઈને ફરી સવાલો ઉઠ્યા છે. ગોવા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફોરેન્સિક તપાસ અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ