રામ મંદિરમાં દાન ગણતરીના નિયમો વધુ કડક બન્યાં!
દાન ચોરી કેસ બાદ કર્મીઓ માટે બે સ્તરની તપાસ, નો-પોકેટ ડ્રેસ કોડ અને નવા સુરક્ષા નિયમો લાગુ

અયોધ્યાના શ્રીરામ મંદિરની ફાઈલ તસવીર

અયોધ્યાના શ્રીરામ મંદિરની ફાઈલ તસવીર
Security tightened at Ram temple after donation theft: ગુજરાતીમાં કહેવત છે કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં. તેવો ઘાટ અત્યારે અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટનો સર્જાયો છે. અયોધ્યાના રામ મંદિરમાં દાનની કથિત ગેરરીતિ અને પ્રસાદ ચોરીના કેસની તપાસ વચ્ચે ટ્રસ્ટે દાન ગણતરી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂક્યા છે. પારદર્શિતા અને સુરક્ષા વધારવાના હેતુથી હવે ગણતરી ખંડમાં પ્રવેશ માટે વધુ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ દરેક કર્મચારીને બે સ્તરની સુરક્ષા વ્યવસ્થામાંથી પસાર થવું ફરજિયાત રહેશે.
બે સ્તરની સ્ક્રીનિંગ પછી જ મળશે પ્રવેશ
નવા નિયમો મુજબ દાનની ગણતરી માટે નિયુક્ત કર્મચારીઓને ગણતરી ખંડમાં પ્રવેશતા પહેલાં બે વખત સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવાનો અને સમગ્ર પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવાનો છે.
નો-પોકેટ ડ્રેસ કોડ લાગુ
ગણતરી પ્રક્રિયામાં જોડાયેલા સ્ટાફ માટે હવે ખાસ યુનિફોર્મ ફરજિયાત બનાવાયું છે. કર્મચારીઓએ ઘેરા વાદળી રંગનો એવો ગણવેશ પહેરવાનો રહેશે જેમાં કોઈ ખિસ્સા નહીં હોય. આ વ્યવસ્થા દ્વારા દાનની રકમ અથવા અન્ય સામગ્રી બહાર લઈ જવાની શક્યતાઓ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગણતરી પ્રક્રિયામાં પણ કરાયા ફેરફાર
ટ્રસ્ટે દાન ગણતરીની પદ્ધતિમાં પણ બદલાવ કર્યો છે. અગાઉ ટેબલ અને ખુરશી પર થતી ગણતરી હવે જમીન પર બેસીને કરવામાં આવશે. સાથે જ ગણતરી ખંડમાં મોબાઇલ ફોન, કેમેરા, બેગ અને અન્ય વ્યક્તિગત સામાન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કર્મચારીઓને અંદર પ્રવેશતા પહેલાં પગરખાં પણ બહાર ઉતારવા પડશે.
એન્ટ્રી પાસને લઈને નવો ખુલાસો
રામ મંદિરમાં પ્રસાદની ચોરીની ઘટના બાદ નવો ખુલાસો થયો છે. આરોપી અનુકલ્પ મિશ્રા વિશે મોટી માહિતી બહાર આવી છે. અહેવાલો સૂચવે છે કે અનુકલ્પ મિશ્રાના નામે એક એન્ટ્રી પાસ જારી કરવામાં આવ્યો હતો. જેમાં તેને મંદિરમાં લોજિસ્ટિક્સ/મેનેજમેન્ટ સ્વયંસેવક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
મંદિરમાં યોજાતા દરેક ખાસ કાર્યક્રમ માટે અનુકલ્પ મિશ્રાના નામે એન્ટ્રી પાસ જનરેટ કરવામાં આવતો હતો. તેણે આ ચોક્કસ સ્વયંસેવક પાસનો ઉપયોગ કરીને મંદિર પરિસરમાં પ્રવેશ મેળવ્યો હતો. પાસના આધારે, તેણે દાનની રકમની ગણતરીની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
કથિત ચોરીના પગલે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસ મહારાજે ગુનેગારો માટે કડક સજાની માંગ કરી છે. તેમણે કહ્યું, ભગવાનના ધામમાં ગુનો કરનારાઓને સીધા ફાંસી પર લટકાવી દેવા જોઈએ.
કડક સજાની માંગ
દાન ચોરીના આરોપો સામે આવ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસ મહારાજે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ ધાર્મિક સ્થળે વિશ્વાસ સાથે જોડાયેલા ગુનાઓને ગંભીરતાથી લઈ કડક સજા થવી જોઈએ.
પારદર્શિતા વધારવાનો પ્રયાસ
ટ્રસ્ટના નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ દાનની ગણતરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત રાખવા માટે આવા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?