રાઘવ ચઢા બન્યા એક દિવસ માટે ડિલિવરી બોય
MP રાઘવ ચઢા ડિલિવરી રાઈડર બન્યા, રાજકીય ચર્ચા પછી ચઢાએ અનુભવ્યો બ્લિન્કિટ કર્મચારીઓનો દિવસ

રાઘવ ચઢા બન્યા ડિલિવરી બોય

રાઘવ ચઢા બન્યા ડિલિવરી બોય
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢાએ આ વર્ષે એક અનોખો પ્રયાસ કર્યો. તેઓએ બોર્ડરૂમની જિંદગી થોડા સમય માટે પાછળ મૂકી, બ્લિન્કિટ ડિલિવરી રાઈડરના જીવનને નજીકથી અનુભવવાનો નિર્ણય કર્યો.
ચઢાએ પોતાનો અનુભવ બતાવતા ટીઝર વિડિયો X પર પોસ્ટ કર્યો છે. વિડિયોમાં તેમણે બ્લિન્કિટનું ટી-શર્ટ અને જૅકેટ પહેર્યા અને ડિલિવરી બેગ રાઈડર પાસેથી મેળવી. ત્યારબાદ તેઓ સ્કૂટર પર ડીલીવરી રાઈડરની પાછળ બેઠા છે અને તેમની જેમ કામ પણ કર્યું છે. ચઢાએ સ્ટોર પર પહોંચીને સામાન ઉઠાવ્યો હતો.
સમાન લઇને ગ્રાહકના દરવાજા પર પહોંચી, બેલ વગાડી અને ચઢા રાઈડરના પીછે ગયાં.. જ્યારે પાર્સલ ડીલીવરી કરવા બેલ વાગે છે ત્યાં જ આ ટીઝર પણ પૂરું થાય છે જે પિક્ચર અભી બાકી હૈ કહી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
xની પોસ્ટમાં ચઢાએ કેપ્શન મૂકી કહ્યું કે, “બોર્ડરૂમથી દૂર, ગ્રાસરૂટ્સ પર. મેં તેમના દિવસનો અનુભવ કર્યો. સ્ટે ટ્યુન.” આ રીતે, તેઓએ સામાન્ય ડિલિવરી કર્મચારીઓના પરિસ્થિતિ અને રોજિંદા મુશ્કેલીઓ સામે ધ્યાન આપ્યું.
ગત મહિનાઓમાં ચઢાએ સંસદમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સની પરિસ્થિતિ અંગે ચિંતાઓ રજૂ કરી હતી. ખાસ કરીને ઓછા પગાર, લાંબા કલાકો અને સામાજિક સુરક્ષા ન હોવાના મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હતા. ડિસેમ્બર 2025માં, બ્લિન્કિટના ડિલિવરી એક્ઝિક્યુટિવનું વિડિયો વાયરલ થયું અને ચઢાએ તેના પર ધ્યાન આપ્યું.
વિડિયો પોસ્ટ પછી, ચઢાએ ડિલિવરી પાર્ટનર થપ્લિયાલ જી (ઉત્તરાખંડ)ને પોતાના નિવાસ પર ભોજન માટે આમંત્રણ આપ્યું. આ સંબંધિત પ્રયાસો બતાવે છે કે રાજકારણ અને ગ્રાસરૂટ્સ જીવન વચ્ચેનો ફાસલો કઇ રીતે પાટો જાય છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.