પુણેમાં Guillain-Barre Syndrome હોટસ્પોટ: 5 નવા કેસ, પાણીના નમૂનાઓ દૂષિત
પુણેમાં GBS ના કેસોમાં વધારો...

કુલ સંખ્યા 163, 21 દર્દી વેન્ટિલેટર પર...

કુલ સંખ્યા 163, 21 દર્દી વેન્ટિલેટર પર...
પુણેમાં Guillain-Barre syndrome (GBS) ના શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 163 થઈ ગઈ છે, જેમાં પાંચ વધુ લોકો દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી સંક્રમિત મળી આવ્યા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં આ રોગથી અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે.
21 દર્દીઓ વેન્ટિલેટર પર...
"સોમવારે પાંચ કેસ નોંધાયા છે, જોકે કોઈ મૃત્યુ નોંધાયું નથી, અને 127 લોકોને GBS હોવાની પુષ્ટિ થઈ છે," તેમણે કહ્યું- 163 શંકાસ્પદ કેસ છે, જેમાં પુણે શહેરમાં 32, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઉમેરાયેલા નવા ગામડાઓમાંથી 86, પિંપરી ચિંચવડમાં 18, પુણે ગ્રામીણમાં 19 અને અન્ય જિલ્લાઓમાં આઠનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે 163 દર્દીઓમાંથી, અત્યાર સુધીમાં કુલ 47 દર્દીઓને રજા આપવામાં આવી છે, 47 દર્દીઓ ICU માં છે અને 21 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
તેમણે જણાવ્યું હતું કે પુણે શહેરના વિવિધ સ્થળોએથી કુલ 168 પાણીના નમૂના રાસાયણિક અને જૈવિક વિશ્લેષણ માટે જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આઠ જળ સ્ત્રોતોના નમૂનાઓ દૂષિત મળી આવ્યા હતા.
GBS શું છે?
GBS એક દુર્લભ રોગ છે જેમાં શરીરના ભાગો અચાનક સુન્ન થઈ જાય છે અને સ્નાયુઓમાં નબળાઈ આવે છે. આ સાથે, આ રોગમાં હાથ અને પગમાં તીવ્ર નબળાઈ જેવા લક્ષણો પણ છે. દૂષિત ખોરાક અને પાણીમાં જોવા મળતા કેમ્પાયલોબેક્ટર જેજુની બેક્ટેરિયા આ રોગચાળાનું કારણ હોવાનું માનવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ