ભાજપના ઝંડાવાળી કાર દ્વારા 3 પોલીસકર્મી કચડાયા, મહિલા કોન્સ્ટેબલનું થયું મૃત્યુ
બિહારના પટણામાં વાહન ચેકિંગ દરમિયાન એક BJPના ઝંડાવાળી કાર નીચે 3 પોલીસકર્મી કચડાયા. 1નું મૃત્યુ, અન્ય 2 ગંભીર ઈજાગ્રસ્ત થયા.

બિહાર અકસ્માત

બિહાર અકસ્માત
બિહારના પટણામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અટલ પથ પર વાહન ચેકિંગ દરમિયાન એક કાર ત્રણ પોલીસકર્મીઓને અડફેટે લેતી જોવા મળી. આ કાર પર ભાજપનો ઝંડો લાગેલો હતો. કારની ટક્કરથી મહિલા કોન્સ્ટેબલ કોમલનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું છે, જ્યારે 2 અન્ય પોલીસકર્મી, SI દીપક મણિ અને ASI અવધેશ કુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કોમલને મૃત જાહેર કરવામાં આવી. અકસ્માત બાદ કાર ચલાવતો શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જોકે કારમાં સવાર 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં પટનાના ASP અવકાશ કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની તબિયત વિશે માહિતી મેળવી હતી. કાર પર ભાજપનો ઝંડો જોવા મળતા આ મામલાને લઈને રાજકીય ચર્ચાઓ પણ ગરમાઈ છે. ઘટનાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.