1 ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર
રાષ્ટ્રપતિએ આપી મંજૂરી; જન વિશ્વાસ બિલ-બેંકરપ્સી બિલ પર ફોકસ

સંસદનું શિયાળુ સત્ર, કેન્દ્રીય મંત્રીએ આપી મોટી જાણકારી

સંસદનું શિયાળુ સત્ર, કેન્દ્રીય મંત્રીએ આપી મોટી જાણકારી
સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આ માહિતી આપતાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સત્રને મંજૂરી આપી દીધી છે. મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે આ સત્ર લોકશાહીને મજબૂત બનાવનારું અને લોકોની આકાંક્ષાઓ પર ખરું ઉતરનારું રહેશે.
કુલ ૧૯ દિવસનું ટૂંકું સત્ર આ વખતે શિયાળુ સત્ર અન્ય સત્રોની સરખામણીએ નાનું રહેશે. ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી કુલ ૧૫ બેઠકો થશે. સત્ર પૂરું થતાંની સાથે જ બજેટ સત્ર-૨૦૨૬ની તૈયારીઓ શરૂ થઈ જશે. અગાઉ ૨૦૧૩માં પણ શિયાળુ સત્ર માત્ર ૧૪ દિવસનું હતું (૫થી ૧૮ ડિસેમ્બર).
સરકારનો ફોકસ: આ બિલો પર નજર સરકાર આ સત્રમાં જન વિશ્વાસ બિલ અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (સુધારો) બિલને પ્રાથમિકતા આપશે. આ ઉપરાંત અન્ય મહત્વના વિધેયકો પણ રજૂ થઈ શકે છે.
વિપક્ષના હોબાળાની આશંકા
છેલ્લા ચોમાસુ સત્રની યાદ જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૫નું ચોમાસુ સત્ર ૨૧ દિવસ ચાલ્યું હતું. તેમાં:
રાજકીય વાતાવરણ ગરમ બિહાર ચૂંટણી પહેલાં આ સત્ર સરકાર અને વિપક્ષ વચ્ચે જંગનું મેદાન બની શકે છે. NDA પાસે લોકસભામાં બહુમતી હોવા છતાં રાજ્યસભામાં વિપક્ષની તાકાત વધુ છે, જેથી બિલ પસાર કરાવવા માટે સરકારને સહયોગીઓની મદદ લેવી પડશે.
સંસદના શિયાળુ સત્રને લઈને દેશભરમાં રાજકીય પારાઓ ગરમ થઈ રહ્યો છે. ૧ ડિસેમ્બરથી શરૂ થનારા આ સત્રમાં કાયદા બનશે કે હોબાળો? આ જોવું રસપ્રદ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ