ઓપરેશન સિંધુ અંતર્ગત ઇઝરાયલથી 161 ભારતીય નાગરિકો લઈ પ્રથમ ફ્લાઈટ ભારત આવી
ઈઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે ફસાયેલા 161 ભારતીય નાગરિકોને ‘ઓપરેશન સિંધુ’ હેઠળ સુરક્ષિત રીતે ઈઝરાયલથી નવી દિલ્હી લાવવામાં આવ્યા.

ઓપરેશન સિધુ

ઓપરેશન સિધુ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા યુદ્ધસમાન તણાવના પગલે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ઈઝરાયલમાંથી 161 ભારતીય નાગરિકોને લાવતી પહેલી ફ્લાઇટ 24 જૂને નવી દિલ્હીના એરપોર્ટ પર સુરક્ષિત રીતે આવી પહોંચી હતી.
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરીટાએ એરપોર્ટ પર આ તમામ ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દેશમાં પાછા આવેલા અનેક નાગરિકોએ કેન્દ્ર સરકારનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અભિયાનની તસવીરો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, ઓપરેશન સિંધુનો ઈઝરાયલ તબક્કો 23 જૂને શરૂ થયો હતો અને આ પહેલી ટૂંકી સફળતા છે. ફ્લાઈટ અમ્માન (જોર્ડન)થી સવારે 8:20 વાગે નવી દિલ્હીમાં ઉતરી હતી.
મંત્રી પાબિત્રા માર્ગેરીટાએ જણાવ્યું કે, તેમને ઈઝરાયલથી લાવવામાં આવેલા 161 ભારતીય નાગરિકોના પ્રથમ સમૂહનું સ્વાગત કરીને ખૂબ આનંદ થયું છે. પરત ફરેલા એક નાગરિકે કહ્યું કે, “ઈઝરાયલમાં સ્થિતિ ખૂબ ખરાબ હતી, પરંતુ ભારત સરકારે અમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હું ભારત સરકારનો ખૂબ આભારી છું.”
બીજાં નાગરિકે કહ્યું કે, “અમે ત્યાંથી નીકળ્યા ત્યારબાદ અમેરિકા દ્વારા સીધો હુમલો થયો હતો અને સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી. યરુશલમમાં ઘણું નુકસાન થયું છે.” ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંધુ હેઠળ આ પહેલા ઈરાનમાંથી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક પાછા લાવવામાં આવ્યા છે અને હવે ઈઝરાયલમાંથી પણ ભારતીઓની વાપસી શરૂ થઈ ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ