ગાઝિયાબાદમાં ઓનલાઇન ગેમની લત બની મોતનું કારણ
પિતાની ટોક બાદ મધરાત્રે ત્રણ બેહનોએ લીધું મોતનું પગલું, મોબાઇલ લત ફરી બની ઘાતક

ઓનલાઇન ગેમની લત બની મોતનું કારણ

ઓનલાઇન ગેમની લત બની મોતનું કારણ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ત્રણ સગી બહેનોના અકાળ મોતથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ઘટનાના મૂળમાં ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ લવ ગેમની લત હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ઘટના ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીની છે. અહીં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16), પ્રાચી (14) અને પાખી (12) –એ મંગળવારની મધરાત્રે તેમના ફ્લેટની બાલ્કનીમાંથી એકસાથે નીચે કૂદીને જીવ ગુમાવ્યો હતો. રાત્રે લગભગ 2 વાગ્યે પડવાનો ભારે અવાજ સાંભળતા સોસાયટીના રહેવાસીઓ દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી.
પોલીસ અનુસાર, ત્રણેય બાળકી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવી હતી અને તેમને તરત જ નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. એડિશનલ પોલીસ કમિશનર (લૉ એન્ડ ઓર્ડર) આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે, જોકે તમામ પાસાઓથી તપાસ ચાલુ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય બહેનો છેલ્લા કેટલાક સમયથી એક ઓનલાઇન ‘કોરિયન લવ ગેમ’ રમતી હતી. આ ગેમમાં શરૂઆતમાં સરળ ટાસ્ક આપવામાં આવે છે અને બાદમાં ધીમે ધીમે માનસિક દબાણ વધે તેવા પડકારો આપવામાં આવે છે. પરિવારજનોનું કહેવું છે કે પિતાએ મોબાઇલ વપરાશ અંગે ઠપકો આપ્યો હતો, ત્યારબાદ આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ હવે આ ગેમના ડિજિટલ ટ્રેલ, મોબાઇલ ડેટા અને સોશિયલ મીડિયા એક્ટિવિટીનું વિશ્લેષણ કરી રહી છે. અધિકારીઓએ વાલીઓને અપીલ કરી છે કે બાળકોના મોબાઇલ વપરાશ, ઓનલાઇન ગેમિંગ અને વર્ચુઅલ સંપર્કો પર સાવચેતીપૂર્વક નજર રાખવી અત્યંત જરૂરી છે.
આ ઘટના ફરી એકવાર એ વાત તરફ ઈશારો કરે છે કે બિનનિયંત્રિત ડિજિટલ લત બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલાં ગંભીર પરિણામો લઈ આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની