નિતિન ગડકરીનો માસ્ટરપ્લાન હવે ટેકનોલોજી બચાવશે જીવ
આ વર્ષના અંત સુધીમાં નવા વાહનોમાં આવશે અદભૂત ફીચર. વાહનોમાં જોખમની આપમેળે ચેતવણી આપશે

નવા વાહનોમાં આવશે અદભૂત ફીચર

નવા વાહનોમાં આવશે અદભૂત ફીચર
ભારતમાં વધી રહેલા માર્ગ અકસ્માતોની સામે હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટેકનિકલ પગલું ભર્યું છે. આ અધ્યતન ટેકનોલોજી કેન્દ્ર માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી શકશે.
અત્યાધુનિક 'વ્હીકલ-ટુ-વ્હીકલ' (V2V) કોમ્યુનિકેશન ટેકનોલોજી અમલમાં થવા જઈ રહી છે. જાહેરાત કરી કે આ વર્ષના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી રસ્તા પર ચાલતી કાર સીધી રીતે એકબીજા સાથે સંપર્ક કરી શકશે અને સંભવિત જોખમ અંગે ડ્રાઈવરને આપમેળે ચેતવણી આપશે.
આ ટેકનોલોજી ખાસ કરીને એવા સમયે જીવનરક્ષક સાબિત થશે જ્યારે વળાંક પર અથવા ઓછી વિઝિબિલિટીને કારણે ડ્રાઈવરને સામેથી આવતું વાહન દેખાતું ન હોય. V2V સિસ્ટમ વાહનની આગળ, પાછળ અને બાજુના ભાગે કાર્યરત રહેશે, જે એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS)ને વધુ સચોટ બનાવશે.
મંત્રીએ માહિતી આપી હતી કે દરેક વાહનમાં આ સિસ્ટમ બેસાડવાનો ખર્ચ અંદાજે ₹5,000થી ₹7,000ની વચ્ચે રહેશે. શરૂઆતમાં આ સિસ્ટમ નવા વાહનોમાં ફરજિયાત હશે અને ત્યારબાદ જૂના વાહનોમાં પણ લગાડવાની જોગવાઈ કરાશે.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ટેલિકોમ વિભાગ દ્વારા ફ્રી સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે, જેથી વાહન ઉત્પાદકો પર વધારાનો આર્થિક બોજ ન પડે. ટેકનોલોજી ઉપરાંત, ગડકરીએ બસ મુસાફરોની સુરક્ષા માટે પણ મોટા ફેરફાર જાહેર કર્યા છે.
સપ્ટેમ્બર 2025થી માત્ર કંપની દ્વારા જ બનેલી બસ બોડીને મંજૂરી અપાશે અને તમામ બસોમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ તથા દિવ્યાંગો માટે હાઈડ્રોલિક લિફ્ટ ફરજિયાત રહેશે. અકસ્માતમાં ઘવાયેલા લોકોની સારવાર માટે ટૂંક સમયમાં વડાપ્રધાન દ્વારા 'કેશલેસ સ્કીમ' પણ લોન્ચ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દેશના આકાશમાં મોટો ફેરફાર! IMDની નવી સેટેલાઇટ તસવીરોમાં ભારતના લગભગ 90% વિસ્તારમાં વાદળો ઘટ્યા છે… તો શું ચોમાસું હવે વિદાય તરફ છે?

વર્ષોની મહેનત બાદ પરીક્ષા પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલો વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે અસર કરી શકે છે? પુણેમાં થનારા વિરોધથી લઈને ઉમેદવારોની તમામ માગણીઓ સુધી જાણો સમગ્ર મામલો...

શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ 6E 225 સાથે બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણો ઘટના કેવી રીતે બની અને તપાસમાં કયા પાસાં પર ધ્યાન અપાઈ રહ્યું છે.