NIAના હથિયાર તસ્કરી પર 22 સ્થળે દરોડા, 4ની ધરપકડ
પટના, કુરુક્ષેત્ર અને ઔરૈયામાં કાર્યવાહી, NIAએ ₹1 કરોડ રોકડ સહિત ગેરકાયદેસર હથિયારો જપ્ત

NIAના 22 સ્થળે દરોડા

NIAના 22 સ્થળે દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની તસ્કરી કરતા આંતર-રાજ્ય નેટવર્ક વિરુદ્ધ ગુરુવારે મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. NIAની ટીમોએ એકસાથે ત્રણ રાજ્યો- બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં કુલ 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
આ મેગા સર્ચ ઓપરેશન બાદ NIAએ ગેરકાયદેસર હથિયારની તસ્કરી સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે. આ કાર્યવાહી સાબિત કરે છે કે NIA ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સખત વલણ અપનાવી રહી છે.
ક્યાં અને કોની ધરપકડ?
NIAએ બિહારમાં પટના, નાલંદા અને શેખપુરા (કુલ 7 સ્થળો), ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લા (13 સ્થળો) અને હરિયાણાના કુરુક્ષેત્ર (2 સ્થળો) માં વ્યાપક દરોડા પાડ્યા હતા.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં બિહારના શશિ પ્રકાશ (પટના) અને રવિ રંજન સિંહ (શેખપુરા), તેમજ હરિયાણાના વિજય કાલરા (કુરુક્ષેત્ર) અને કુશ કાલરા (કુરુક્ષેત્ર)નો સમાવેશ થાય છે. હરિયાણામાંથી પિતા-પુત્રની જોડીની ધરપકડ કરવામાં આવી છે.
₹1 કરોડથી વધુ રોકડ જપ્ત
NIAએ દરોડા દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મોટી માત્રામાં સામગ્રીઓ જપ્ત કરી છે. એજન્સીએ બારી માત્રામાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો કબજે કર્યો છે, જે તસ્કરી નેટવર્કની પહોંચ કેટલી ઊંડી હતી તે દર્શાવે છે.
હથિયારો ઉપરાંત, NIAએ ₹1 કરોડથી વધુ રોકડ રકમ, અનેક ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, શંકાસ્પદ ઓળખ-પત્રો અને અન્ય મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. આ દસ્તાવેજો આંતર-રાજ્ય નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં તપાસ એજન્સીને મદદ કરશે. હાલમાં તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ